હળવદ પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન રાતાભેર ગામે પ્લોટ વિસ્તારમાં ખુલ્લા પટ્ટમાં ગોળ કુંડાળું કરીને ગંજીપત્તાના પાના વડે તીનપત્તિનો જુગાર રમતા અમુક શખ્સો જોવામાં આવ્યા જેથી તે જગ્યાએ પોલીસે રેઇડ કરી હતી, ત્યારે પોલીસને દૂરથી આવતા જોઈ જુગારીઓમાં નાસભાગ મચી ગયી હતી, જે પૈકી બે જુગારીને પકડી લેવામાં આવ્યા હતા, જ્યારે પાંચ શખ્સો ત્યાંથી નાસી છૂટ્યા હતા.
મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસ ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન રાતાભેર ગામ નજીક પહોચતા જ્યાં પ્લોટ વિસ્તારમાં અમુક શખ્સો ગંજીપત્તાના પાના વડે જુગાર રમતા જોવામાં આવ્યા હોય જેથી પોલીસે તે સ્થળે રેઇડ કરવા જતાં હોય ત્યારે પોલીસને દૂરથી આવતા જોઈ તમામ શખ્સો ભાગવા લાગ્યા હતા. જેમાંથી બે જુગારી વિપુલભાઈ વેરસિંગભાઈ કેરવાડીયા ઉવ.૩૫ અને વનરાજભાઈ નાગજીભાઈ ચૌહાણ ઉવ.૪૦ બન્ને રહે. રાતાભેર વાળાને પકડી લેવામાં આવ્યા હતા, પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા ૧૧,૨૦૦/- સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે જુગાર રમતા નાસી ગયેલ આરોપી ભુપતભાઇ હનુભાઇ મકવાણા, સામતભાઈ રામજીભાઈ કેરવાડીયા, મુનાભાઈ કાળુભાઇ કેરવાડીયા, સંજયભાઇ નાથાભાઇ કેરવાડીયા તથા નવઘણભાઇ તેજાભાઇ કુણપરા તમામ રહે. રાતાભેર તા.હળવદ વાળાને આ કેસમાં ફરાર દર્શાવી તેને પકડી લેવા તજવીજ હાથ ધરી છે. હાલ હળવદ પોલીસે સાતેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.