મોરબીમાં શ્રાવણ માસનાં તમામ સોમવાર તથા જન્માષ્ટમી નિમિતે મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં કતલખાનાઓ બંધ રાખવા માટે મહાનગરપાલિકા દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
“શ્રાવણમાસના સોમવાર” જેમાં આગામી તા.૨૮/૦૭/૨૦૨૫, તા.૦૪/૦૮/૨૦૨૫, તા.૧૧/૦૮/૨૦૨૫ તથા તા.૧૮/૦૮/૨૦૨૫ના રોજ તથા તા. ૧૬/૦૮/૨૦૨૫ ના રોજ “જન્માષ્ટમી” નિમિતે મોરબી મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેંચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં મોરબી મહાનગરપલિકાનાં કમિશ્નર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. તેમજ જાહેરનામાનો ભંગ કરનાર વિરુધ્ધ કડક કાર્યતાવાહી કરવા અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે