મોરબી શહેરના મધ્યમાંથી પસાર થતી મચ્છુ નદી પર શાંતિવન આશ્રમથી વેજીટેબલ રોડને જોડતો બ્રીજ બનાવવા ભુપેન્દ્ર પટેલ સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
મોરબી શહેરના મધ્યમાંથી મચ્છુ નદી પસાર થાય છે.જેમાં હાલ આવન-જાવન માટે એક જ બ્રિજ આવેલ છે. જેથી સંપૂર્ણ મોરબીનો ટ્રાફીક આ બ્રીજ ઉપરથી જ પસાર થાય છે.જેના કારણે ટ્રાફિકની ખુબજ સમસ્યા સર્જાય છે. ત્યારે મોરબી શહેરની ટ્રાફિક સમસ્યા દુર કરવા માટે મચ્છુ નદી પર પાડાપુલની ડાઉનસ્ટ્રીમમાં બ્રીજ બનાવવા માટે DPR બનાવી સરકારમાં રજુઆત કરવામાં આવતા ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા રૂ.૩૯.૩૮ કરોડની સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. જેથી આ બ્રીજમાં અંદાજીત ૧૬ ગાળા અને ૧૦.૫૦ મીટરનો કેરેઝ-વે અને બન્ને બાજુ ૧.૫૦ મીટરની ફુટપાથનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બ્રીજ શાંતિવન આશ્રમથી શરૂ થઇ મોરબી-૨ વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર પૂર્ણ થશે. આ યોજના પૂર્ણ થતા વી.સી.પરા, લાયન્સનગર, રણછોડનગર, અમરેલીના વિસ્તારના રહીશો એવી જ રીતે મોરબી-૨ થી વિશીપરામાં આવા-જવાનો ઉપયોગ થતા ટ્રાફીક સમસ્યા નિવારી શકાશે