મોરબીના મકરાણીવાસ નજીક મદીના ચોકમાં જાહેરમાં વર્લી મટકાના આંકડા એક ચિઠ્ઠીમાં લખી નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતા એક આરોપી અબ્દુલકાદરી ઓસમાણભાઈ દરજાદા ઉવ.૩૬ રહે. મકરાણીવાસ મદીના ચોકવાળાને સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો. જ્યારે પકડાયેલ આરોપી તેના ભાઈ અસલમ ઉર્ફે સલમાનના કહેવાથી વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમી કપાત કરાવતો હતો, જેથી પોલીસે આરોપી અસલમ ઉર્ફે સલમાનને ફરાર દર્શાવી બન્ને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે