મોરબી શકત શનાળા જુના ગામે ઈન્દિરાવાસમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૮ બોટલ કિ.રૂ.૨૩,૪૩૦/- સાથે આરોપી મકાન-માલીકની પોલીસે અટકાયત કરી હતી.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસને ખાનગીરાહે બાતમી મળી કે, શકત શનાળા જુના ગામમાં ઇન્દિરાવાસમાં રહેતો અશ્વિનભાઈ વાઘેલા પોતાના રહેણાંકમાં વિદેશી દારૂ રાખી તેનું વેચાણ કરતો હોય, જે બતમીબે આધારે પોલીસે ટીમ સાથે ઉપરોક્ત રહેણાંક મકાનમાં દરોડો પાડતા, જ્યાં રૂમમાં આવેલ બેડની નીચેથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૮ નંગ બોટલ કિ.રૂ.૨૩,૪૩૦/-મળી આવી હતી. જેથી પોલીસે આરોપી અશ્વિનભાઈ રવજીભાઈ વાઘેલા ઉવ.૩૫ ની સ્થળ ઉપરથી અટકાયત કરી હતી, આ સાથે પોલીસે પકડાયેલ આરોપી તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે