હળવદ પોલીસને બોલેરો પીકઅપમાં દેશી દારૂની હેરાફેરી અંગે બાતમી મળતા, સુંદરીભવાની ગામ નજીક વોચ ગોઠવી હતી, જે દરમિયાન મળેલ હકીકત વાળી બોલેરો વાહવન નીકળતા તેને રોકી તેની તલાસી લેતા તેમાંથી ૩૦૦ લીટર દેશી દારૂ મળી આવતા પોલીસે બોલેરો ચાલકની અટકાયત કરી હતી, જ્યારે આ દેશી દારૂ સુરેન્દ્રનગર જીલ્લાના ભવાનીગઢ ગામના શખ્સના કહેવાથી અન્ય એક શખ્સ આ દેશી દારૂ આપી ગયા અંગે પકડાયેલ આરોપી દ્વારા જણાવતા પોલીસે તે બન્ને સપ્લાયરને ફરાર દર્શાવી, દેશી દારૂ તથા બોલેરો સહિત ૫.૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
હળવદ પોલીસને બાતમી મળી કે, બોલેરો પીકઅપ વાહનમાં મહેશ ઉર્ફે મયલો દેશી દારૂ લઈને સુંદરીભવાની ગામથી નીકળવાનો હોય જે બાતમીને આધારે હળવદ પોલીસ વોચમાં હોય તે દરમિયાન બોલેરો પીકઅપ રજી.નં. જીજે-૩૬-વી-૩૩૦૭ નીકળતા તેને અટકાવી તપાસ કરતા તેમાં ૩૦૦ લીટર દેશી દારૂ કિ.રૂ. ૬૦ હજાર મળી આવ્યો હતો, જેથી બોલેરો ચાલક આરોપી મહેશ ઉર્ફે મયલો ધીરૂભાઈ વાઘેલા રહે. ચુપણી ગામ હળવદ વાળાની અટક કરવામાં આવી હતી, પકડાયેલ આરોપીની પરસથમીક પૂછતાછમાં આ દેશી દારૂ સુરેન્દ્રનગર જીલ્લાના ભવાનીગઢ(જોકડા)ના સંજયભાઈ હસુભાઈ કોળી પાસેથી મંગાવતા, મિતુલ નામનો શખ્સ આ દેશી દારૂ સુંદરીભવાની ગામે આપી ગયો હતો, હાલ પોલીસે દેશી દારૂ તથા બોલેરો વાહન સહિત કુલ ૫,૬૦,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ હળવદ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ અન્વયે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે