ખરાબાની જમીન ઉપર ટ્રેક્ટર ચલાવી ખેડૂતની જમીનમાં દબાણ ન કરવાનું કહેતા ૭૩ વર્ષીય ખેડૂતને લાકડાના ધોકા ફટકાર્યા
મોરબીના ઘુંટુ ગામે ખેડૂતની ખેતીની જમીન બાજુમાં ખરાબાની જમીન ઉપર ટ્રેક્ટર ચલાવતા ઇસમને ખેડૂતે પોતાની માલિકીની જમીન ઉપર દબાણ ન કરવાનું કહેતા,પ્રથમ બોલાચાલી થયા બાદ જેનો ખાર રાખી, વૃદ્ધ ખેડૂતને લાકડાના ધોકા અને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યા અંગે બે ઈસમો સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ત્યારે પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ બીએનએસની વિવિધ કલમ તથા જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના ઘુટુ ગામે રહેતા રતિલાલ ચતુરભાઈ દંતેસરીયા ઉવ.૭૩ એ તાલુકા પોલીસ મથકમાં આરોપી આસીફ અલ્લારખભાઈ સેવંગીયા તથા આરોપી વસીમ સેવંગીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં ગત તા.૨૩/૦૭ ના રોજ ફરિયાદી રતિલાલ પોતાની માલિકીના વાડી-ખેતરમાં કામ કરી રહયા હોય તે દરમિયાન આરોપી આસીફ રાતીલાલની જમીનની બાજુમાં આવેલ ખરાબામાં ટ્રેક્ટર ચલાવતો હતો, ત્યારે ફરિયાદી રતિલાલ દ્વારા આરોપી આસીફને સમજાવતા કહ્યું કે, તમે દર વર્ષે આ ખરાબાની જમીનમાં ટ્રેક્ટર ફેરવી અમારી જમીન કેમ દબાવો છો, જે બાબતે આરોપી આસીફે, વૃદ્ધ ખેડૂતને અપશબ્દો આપી બોલાચાલી કરી ત્યાંથી ચાલ્યો ગયો હતો, જે બાદ રતિલાલ ખેતરેથી ઘરે પરત જયલતા જોય ત્યારે આરોપી આસીફે તેના ઘર પાસે રાતીલાલની રોકી અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખી જેમફાવે તેમ ગાળો બોલી તેની પાસે રહેલ લાકડાના ધોકાથી માર મારવા લાગ્યો હતો, જે દરમિયાન આરોપી આસીફનો પિતરાઈ ભાઈ આરોપી વસીમ આવ્યો હતો તેણે પણ ફરિયાદી રતિલાલને ઢીકાપાટુનો મૂંઢ માર માર્યો હતો. હાલ સમગ્ર બનાવ અંગે વૃદ્ધ ખેડૂતની ફરિયાદના આધારે તાલુકા પોલીસે બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી તેમની અટક કરવા તજવીજ હાથ ધરી છે