ટંકારા તાલુકાના નેસડા ગામે ગૌશાળાની સામે આવેલ આરોપી પ્રકાશભાઈ પીપળીયાની ઓરડીમાં પૂર્વ બાતમીને આધારે ટંકારા પોલીસે રેઇડ કરી ચાલુ દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપી પાડી હતી, પોલીસે સ્થળ ઉપરથી ૧૦૦ લીટર દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો, ગેસનો ચૂલો તેમજ અન્ય સાધન સામગ્રી સહિત કિ.રૂ.૩,૦૦૦/-નો મુદ્દામાલ ઝડપી લીધો હતો, દરોડા દરમિયાન આરોપી પ્રકાશભાઈ પ્રેમજીભાઈ પીપળીયા હાજર નહિ મળી આવતા, પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટનો ગુનો નોંધી તેની અટક કરવા આગળની તપાસ ચલાવી છે