મોરબી તાલુકાના જેતપર ગામે રોહિતભાઈની વાડીની ઓરડીમાં રહેતા મુસ્કાનબેન ગોકુલભાઈ ભાભર ઉવ.૨૮ એ ગઈકાલ તા.૨૫ જુલાઈના રોજ કોઈ કારણોસર વાડીની ઓરડીમાં ઝેરી દવા પી જતા તુરંત પરિવારજનો તેઓને જેતપર સીએચસી લાવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપી મુસ્કાનબેનને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરતા, જ્યાં ટૂંકી સારવારમાં મુસ્કાનબેનનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે ફરજ ઉપર હાજર ડોક્ટરે પોલીસને જાણ કરતા, પોલીસે અ. મોતની એન્ટ્રી કરી આગળની તપાસ ચાલુ કરી છે, અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતક પરિણીતાના ૫ માસ પૂર્વે લગ્ન થયા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં વિગતો મળી છે