મોરબીના રફાળેશ્વર ગામ નજીક આવેલ ધરતી પ્લાસ્ટ નામના કારખાનામાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની અરવિંદભાઈ દલુભાઈ મંડલોઈની ૧ વર્ષીય પુત્રી આરાધ્યાનું પાણીમાં ડૂબી જતાં મોત નિપજ્યાના બનાવને લઈને પરિવારમાં શોક છવાઈ ગયો હતો, જેમાં ધરતી પ્લાસ્ટ કારખાનાની લેબર કોલોનીમાં પાણીની ડોલ ભરેલી હોય તેમાં ૦૧ વર્ષીય માસુમ બાળકી આરાધ્યા ડૂબી જતાં તેનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું, માસુમ બાળકીની ડેડબોડી અત્રે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા ઘટના અંગે હાજર ડોક્ટરે પોલીસને જાણ કરી હતી, ત્યારે તાલુકા પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે