Sunday, July 27, 2025
HomeGujaratમોરબી શહેરના મધ્યમાં બિરાજતા જડેશ્વર મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું...

મોરબી શહેરના મધ્યમાં બિરાજતા જડેશ્વર મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન

શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચુક્યો છે.અને મોરબી જિલ્લાના તમામ મહાદેવના મંદિરોમાં હર હર મહાદેવ…બમ બમ ભોલેનો નાદ ગુંજી રહ્યો છે.ત્યારે મોરબી શહેરનાં મધ્યમા અંદજીત 200 વર્ષથી બિરાજતા જડેશ્વર મહાદેવ ખાતે સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરનાં મધ્યમા અંદાજીત 200 વર્ષ જુનુ એક પ્રાચીન મંદિર આવેલ શ્રી જડેશ્વર મહાદેવનું મંદિર. આ મંદિરના પરિસરમાં બીજા અનેક દેવી દેવતાઓના મંદિર પણ આવેલા છે.ત્યારે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શ્રી જડેશ્વર મંદિર ટ્રસ્ટ દ્વારા અનેક વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે.જેમ કે,સમગ્ર શ્રાવણ માસ દરમિયાન રોશનીથી શણગાર, જન્માષ્ટમીના દિવસે શોભાયાત્રા પ્રસ્થાન તથા ખાસ વિશેષ શ્રાવણ માસના ૪ સોમવારના દિવસે સવારે ૪:૩૦ થી ૬ વહેલી પરોઢે (રામ પ્રહરમાં) નિજ ગૃહમાં બિલીપત્ર, દૂધ, પાણીના અભિષેક સાથે રુદ્રી પઠન, સવારે ૯ કલાકે ધ્વજારોહણનું મૃહુત (ભાગ્યશાળી દાતાના માધ્યમથી), બપોરે ૧૨ કલાકે બ્રહ્મભોજન (ભંડારો), સાંજે ૫ કલાકે શૃંગાર દર્શન,સાંજે ૭ કલાકે ૧૦૮ દિવાની દીપમાળા તથા સાંજે ૭:૩૦ કલાકે પ્રસાદ વિતરણ કરવામાં આવશે. તેમજ જન્માષ્ટમીના દિવસે રાત્રે ૧૧:૩૦ કલાકે ક્રુષ્ણજન્મોત્સવનું પૂજન તથા રાત્રે ૧૨:૦૦ કલાકે મટકી ફોડનો કાર્યક્રમ યોજાશે. હાલમાં અનેક પ્રકારના જીરણોધ્ધાર જન ભાગીદારીથી સમયના અંતરે થતા રહે છે. હાલ મંદિર પરિસદમાં કલરકામ-રીપેરીંગ-વોટપ્રુફિંગ-ઈલેકટ્રીક-CCTV કેમેરા વગેરે રિનોવેશનનું કામ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી જડેશ્વર મંદિર ટ્રસ્ટ સેવકો તથા દાતાઓ જહેમત ઉઠાવી રહ્યા છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!