આજનો દિવસ ભારતની વીર જવાનોના સાહસ અને વીરતાની કહાણીને ગૌરવથી યાદ કરવાનો છે. આજથી 26 વર્ષ પહેલા 1999માં ભારતીય સેનાના જવાનો સામે કારગિલમાં પાકિસ્તાનનો પરાજય થયો હતો. જેથી આજના દિવસને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આજ રોજ મોરબી જિલ્લા ભાજપ દ્વારા કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવશે.
મોરબી જિલ્લા ભાજપ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભારત પાકિસ્તાન કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય ભવ્ય વિજય મેળવ્યો હતો. લગભગ 3 મહિના સુધી ચાલેલા ભારત-પાકિસ્તાન કારગીલ યુદ્ધ દરમિયાન. આપણા બહાદુર સૈનિકોએ ૨૬ જુલાઈ. ૧૯૯૯ના રોજ કારગીલમાં ભવ્ય વિજય મેળવ્યો હતો.
જે સંદર્ભે દેશભક્તિ રાષ્ટ્રીય એકતા અખંડિતતાના સંકલ્પ રૂપે ભાજપ દ્વારા રામેશ્વર પાર્ટીપ્લોટ, રવાપર રોડ, મોરબી. ખાતે સાંજે ૦૪:૩૦ થી ૦૭:૦૦ દરમિયાન આજે કારગીલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવશે. જેમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. આ યુદ્ધમાં લડાઈ કરનાર સાત સૈનિકોનું સન્માન કરવામાં આવશે