કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય સૈનિકોનું અદમ્ય સાહસ સાથે શૌર્ય અને નિઃસ્વાર્થતાને યાદ કરવા માટે ભારત દર વર્ષે 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસ ઉજવે છે. ત્યારે આજ રોજ ભારતીય જનતા પાર્ટી વાંકાનેર શહેર યુવા મોરચા દ્વારા વિવેકાનંદજીની પ્રતિમાની સાફ સફાઈ અને પુષ્પાંજલી કરી આજ દિવસની ઉજવણી કરી હતી.
26મી જુલાઈ કારગિલ વિજય દિવસ ભારતના ઇતિહાસનો એક ગૌરવશાળી દિવસ છે.આ દિવસે 1999ના કારગિલ યુદ્ધમાં ભારતીય સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરોને હરાવી ભવ્ય વિજય મેળવ્યો હતો. આ યુદ્ધમાં સેંકડો ભારતીય સૈનિકોએ સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું.જેને યાદ કરવા આજ રોજ ભારતીય જનતા પાર્ટી વાંકાનેર શહેર યુવા મોરચા દ્વારા કારગીલ વિજય દિવસ નિમિતે વાંકાનેર શહેરમાં આવેલ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાની સાફ સફાઈ અને પુષ્પાંજલી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા