તાજેતરમાં અમદાવાદ ખાતે 61મી ગુજરાત સ્ટેટ રાયફલ–પિસ્તોલ શૂટીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાના રમતવીરે ચાર મેડલ મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે.
તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલ 61મી ગુજરાત સ્ટેટ રાયફલ પિસ્તોલ શૂટિંગ ચેમ્પિયનશિપનું આયોજન થયું હતું. જેમાં મોરબીની નામાંકિત પી.જી. પટેલ કોલેજના વિદ્યાર્થી મૂળ નાનીવાવડી ગામના વતની હાલ મોરબી રહેતા વાસુ રમેશભાઈ રૂપાલાએ ગુજરાત લેવલની રાયફલ પિસ્તોલ ચેમ્પિયનસીપમાં 50 મીટર પિસ્તોલ NR. માં ગોલ્ડ મેડલ, 25 મીટર સેન્ટર ફાયર પિસ્તોલમાં સિલ્વર મેડલ, 25 મીટર સ્ટાન્ડર પિસ્તોલ મેન માં બ્રોન્ઝ મેડલ તથા 25 મીટર સ્ટાન્ડર પિસ્તોલ NR માં સિલ્વર મેડલ મેળવ્યા છે. આમ ગુજરાત લેવલની કોમ્પિટેશનમાં ચાર મેડલ મેળવી પી.જી પટેલ કોલેજ, રૂપાલા પરિવાર તેમજ મોરબી જિલ્લાનું ગુજરાતમાં નામ રોશન કરતા વાસુ રૂપાલાને મિત્ર વર્તુળ તેમજ પી.જી. પટેલ કોલેજના ટ્રસ્ટી દેવકરણભાઈ આદ્રોજા- જતિનભાઈ આદ્રોજા, આચાર્ય ડૉ. રવિન્દ્રભાઈ ભટ્ટ તેમજ કોલેજ સ્ટાફ તેમજ કોલેજ વિધાર્થી મિત્રો દ્વારા શુભકામના પાઠવવામાં આવી રહી છે