Sunday, July 27, 2025
HomeGujaratમોરબી જીલ્લામાં પસાર થતાં નેશનલ હાઈવે પર રીપેરીંગ કરવા મોરબી તાલુકા ભાજપ...

મોરબી જીલ્લામાં પસાર થતાં નેશનલ હાઈવે પર રીપેરીંગ કરવા મોરબી તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખની રજૂઆત

મોરબી જીલ્લામાં નેશનલ હાઈવે-૨૭ (૮-એ) માળીયા(મી) તાલુકા-મોરબી તાલુકા-વાંકાનેર તાલુકા વિસ્તારમાંથી પસાર થાય છે. આ તમામ વિસ્તાર સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલ હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે આજ રોજ મોરબી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અરવિંદ વાંસદીયા દ્વારા નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડીયાના પ્રોજેકટ ડાયરેકટરને પત્ર લખી શનલ હાઈવે-૨૭ (૮-એ) રીપેરીંગ કરવા રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અરવિંદ વાંસદીયા દ્વારા નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડીયાના પ્રોજેકટ ડાયરેકટરને લખવામાં આવેલ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, નેશનલ હાઈવે-૨૭ (૮-એ) માળીયા(મી) તાલુકા-મોરબી તાલુકા-વાંકાનેર તાલુકા વિસ્તારમાંથી પસાર થતો હોવાથી આ હાઇવે સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલ છે. જેથી અનેક નાના-મોટા વાહનો નેશનલ હાઈવેથી સિરામિક એકમ સુધી પહોંચતા હોય છે. નેશનલ હાઈવેથી ગ્રામ્ય એપ્રોચ રસ્તા જોડાયેલા હોય એ જંકશન હાલ ખરાબ હાલતમાં છે. ડ્રેનેજ સીસ્ટમ પણ ઘણી જગ્યાએ બંધ હાલતમાં છે. તથા રાહદારીઓ માટે મહત્તમ ઉપયોગ થતાં સર્વિસ રોડમાં પણ વરસાદના લીધે ખાડા પડી ગયા હોવાથી પાણી ભરાય ગયા છે. તેમજ દરેક ઓવરબ્રિજ પાસે લાઈટો જયાં બંધ છે તે ચાલુ કરવા તેમજ લાઈટીંગ સુવિધાઓ પુરી પાડવાની જરૂરીયાત છે. વધુમાં તેઓએ મોરબી જીલ્લામાં નેશનલ હાઈવે પર પડતા પશ્નો અંગે જણાવ્યું હતું કે, માળીયા(મી) જામનગર ઓવરબ્રિજ પાસે સર્વિસ રોડ, માળીયા(મી)-હળવદ (અમદાવાદ) ઓવરબ્રિજ પાસે સર્વિસ રોડ, રાજકોટ ઓવરબ્રિજ સર્વિસ રોડ, ટીંબડી પાસે સર્વિસ રોડ, માળીયા ફાટક ઓવરબ્રિજ સર્વિસ રોડ, ત્રાજપર પાસે ઓવરબ્રિજ સર્વિસ રોડ, લાલપર સર્વિસ રોડ, રફાળેશ્વર સર્વિસ રોડ, મકનસર સર્વિસ રોડ, બંધુનગર સર્વિસ રોડ, હુવા ઓવરબ્રિજ સર્વિસ રોડ, વાંકાનેર ઓવરબ્રિજ પાસે સર્વિસ રોડ, સોખડા જંકશન, ગાળા જંકશન, હરીપર જંકશન, ભરતનગર જંકશન, લખધીરપુર જંકશન, નવા જાંબુડીયા જંકશન તથા સરતાનપર જંકશન પર મરામતની જરૂરીયાત હોય સત્વરે કામ પુર્ણ કરવા માંગ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!