મોરબી તાલુકા પોલીસે બરવાળા ગામમાં રબારીવાસ વિસ્તારમાં રેઇડ કરી સાત શખ્સોને જુગાર રમતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. આ સાથે પોલીસે રોકડા રૂ.૨૬,૬૦૦/-સાથે તમામની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી તાલુકા પોલીસ ટીમને મળેલ બાતમીને આધારે પંચો સાથે લઈ જઈ બરવાળા ગામે રબારીવાસમાં રેઇડ કરવામાં આવી હતી, જ્યાં તીનપત્તિનો જુગાર રમતા સંતોષભાઇ ગગજીભાઇ દેલવાણીયા ઉવ.૩૫, મુકેશભાઇ બાબુભાઇ દેલવાણીયા ઉવ ૩૪
તથા અનીલ બંશીભાઇ દેલવાણીયા ઉવ.૨૪ ત્રણેય રહે. બરવાળા ગામ તા.મોરબી, આરોપી રાયધન પ્રેમજીભાઇ કુંઢીયા ઉવ.૩૨, ખેતાભાઈ પ્રેમજીભાઇ કુંઢીયા ઉવ.૩૭, વિપુલભાઇ રઘુભાઈ મંદરીયા ઉવ.૨૨ તથા વિશાલ મુકેશભાઈ કુંઢીયા ઉવ.૧૯ ચારેય રહે. ભીમસર ઉમા ટાઉનશીપ તા.મોરબી વાળાને રોકડા રૂ.૨૬,૬૦૦/-સાથે પકડી લેવામાં આવ્યા હતા, હાલ સાતેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.