મોરબી તાલુકા પોલીસ ટીમને બાતમી મળી કે, નવા સાદુળકા ગામે મયુરભાઈ ઉર્ફે વિપુલભાઈ પોતાના રહેણાંકની બાજુમાં બાવળની કાંટમાં બિયરના ટીન છુપાવી તેનું વેચાણ કરે છે, જેથી તુરંત તાલુકા પોલીસે નવા સાદુળકા ગામે મળેલ બાતમી મુજબની જગ્યાએ તપાસ કરતા, જ્યાં બાવળની કાંટમાંથી ૮ નંગ બિયર ટીન કિ.રૂ.૧,૫૬૦/-મળી આવ્યા હતા, રેઇડ દરમિયાન આરોપી મયુરભાઈ ઉર્ફે વિપુલભાઈ મોહનભાઇ માણસુરીયા સ્થળ ઉપર હાજર નહીં મળી આવતા પોલીસે તેને ફરાર જાહેર કરી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે