Tuesday, July 29, 2025
HomeGujaratટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર આઇસર હડફેટે મોટર સાયકલ ચાલકનું મોત

ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર આઇસર હડફેટે મોટર સાયકલ ચાલકનું મોત

ટંકારા તાલુકાના લજાઈ ગામ નજીક વાહન દુર્ઘટનાના બનાવમાં ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામના આધેડનું મૃત્યુ નીપજ્યું હતું, જેમાં આઇસર ટ્રકના ચાલકે પોતાનું વાહન બેફિકરાઈથી અને પુર ઝડપે ચલાવી આધેડને બાઇકને હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો, જે અકસ્માતમાં બાઇક ચાલકને શરીરે તથા માથામાં ગંભીર ઇજાઓ પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ચોટીલા ગામે નંદનવન સોસાયટીમાં રહેતા મૂળ મોટી મોલડી તા.ચોટીલાના વતની કરણભાઇ ગુલાબભાઇ રાજાભાઇ કટોસણીયા ઉવ.૨૮ એ ટંકારા પોલીસ મથકમાં આરોપી આઇસર રજી.નં. જીજે-૩૬-ટી-૫૫૨૩ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગત તા. ૧૭/૦૭ના રોજ લજાઈ-હડમતીયા રોડ ઉપર વેલ્યુ કારખાના પાસે વણાંકમા રોડ ઉપર આઇશર ટ્રકના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીના કાકાના ટી.વી.એસ. કંપનીના મોટરસાઇકલ રજી નં-જીજે-૧૨-સીઈ-૦૪૫૧ વાળાને સામેથી ઠોકર મારી હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો, જે અકસ્માતમાં મોટર સાયકલ ચાલકને જમણા હાથ-પગ તથા માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા તેમની સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું. હાલ ટંકારા પોલીસે આટોપી આઇસર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!