મોરબી તાલુકાના ગૂંગણ ગામે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઉપર તાલુકા પોલીસ ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં ગૂંગણ ગામની સીમમાં વીડી વિસ્તારમાં નદી કાંઠે દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠીના સ્થળેથી પોલીસે ગરમ આથો ૫૦ લીટર, ઠંડો આથો ૪૬૦ લીટર તથા ભઠ્ઠીમાં ઉપયોગમાં લેવાતી સાધન સામગ્રી સહિત ૧૩,૫૦૦/-ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપી મહેશભાઇ દીનેશભાઇ સાંતોલા ઉવ-૨૧ રહે. ગુંગળ તા-જી મોરબી, શૈલેષભાઇ મનજીભાઇ કુંવરીયા ઉવ-૨૦ રહે.નવા ધરમપુર તા-જી મોરબી તથા સિધ્ધરાજભાઇ નાનજીભાઇ દેગામા ઉવ-૩૧ રહે. ગુંગણ તા-જી મોરબી વાળાને તાલુકા પોલીસ ટીમ દ્વારા દબોચી લેવામાં આવ્યા હતા. આ સાથે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે