મોરબી શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થયો હોવાથી મોરબીમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે મચ્છુ નદી પર પુલ બનાવવામાં આવી રહ્યો છે. ત્યારે આજ રોજ પાટીદાર યુવા સેવા સંઘ મુખ્યમંત્રીને પત્ર લખી પુલની ખાસ જરુર લીલાપરથી ભડીયાદ રોડ પર છે. જેથી ત્યાં પુલ બનાવવા માંગ કરવામાં આવી છે.
પાટીદાર યુવા સેવા સંઘ મુખ્યમંત્રીને લખેલ પત્રમાં જણાવ્યું હતું કે, મોરબી શહેરની ટ્રાફિક સમસ્યા ખુબ જ વધારે છે. તે સમસ્યા ઓછી કરવા મોરબી ૧ થી મોરબી ૨ તરફ જવા માટે મોરબી મચ્છુ નદી પર બીજા પુલની સૈધાંતિક મંજુરી ૩૯.૩૮ કરોડના ખર્ચ સરકારે મોરબી મહાનગરપાલીકાને આપી દીધા છે. તે બાબત ખુબ જ સારી છે કે સરકાર મચ્છુ નદી પર નવો પુલ બનાવવા જઈ રહી છે. પરંતુ આ પુલની ખરેખર ટ્રાફિક સમસ્યા નીવારણ માટે કઈ જગ્યાએ વધારે જરૂર છે. તેનુ જો સાચી રીતે સર્ચ કરવામાં આવે સર્વ પ્રથમ આ પુલ લીલાપર રોડ પર (વિદ્યુત સ્મશાન) થી સામા કાઠે ભડીયાદ રોડ સાયન્સ કોલેજ પાસે ખાસ જરૂર છે. મોરબી એક સીરામિક નગરી છે. આ શહેરમાં લોકોનો વસવાટ છે અને મોરબી-૨ તરફ બધી જ સીરામિક ફેકટરી આવેલ છે. આ ફેકટરીએ રોજ આવવા-જવા માટે બીજા પુલની ખાસ જરૂર હતી. પરંતુ ખાસ જરુર લીલાપર રોડથી ભડીયાદ રોડ માટે છે. કારણ કે મોટા ભાગના ઉદ્યોગપતીઓ રવાપર રોડ પર રહે છે. અને તેમની રોજ અવરજવર કરવા માટે આ પુલ બને તો ખુબ જ ઉપયોગી થાય અને મોટાભાગનો ટ્રાફિક હલ થાય તેમ છે. મોરબી રવાપર રોડથી સામા કાઠે રોજ એક હજારથી વધુ કાર અપડાઉન કરે છે અને તેમને આજ રોડ સૌથી વધુ અનુકુળ આવે તેમ છે. ત્યારે પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા માંગ કરાઈ છે કે, પ્રથમ આ પુલનુ કામ કાજ ચાલુ કરવામાં અને ત્યારબાદ મચ્છુ નદી પર શાંતિવન આશ્રમથી રીલીફનગર રોડ, રામઘાટથી ન્યુપેલેસ તથા કાલીકાઘાટ થી મહાપ્રભુની બેઠક સુધીના નવા પુલ બનાવવામાં આવે. આમ મોરબીને સંપુર્ણ ટ્રાફિક મુક્ત કરવુ હોય તો મચ્છુ નદી પર નવા ચાર પુલની જરૂર છે. જેમા પ્રથમ લીલાપર રોડ થી ભડીયાદ પર જરૂર છે. જો મોરબી સીરામિક એસોશીએશન કે અન્ય વેપારી એસોશીએશન કે અન્ય ઉદ્યોગપતીને પુછવામાં આવે તો સૌ પ્રથમ આ પુલની માંગણી કરશે. જો ખરેખર જનતાની સુખાકારી અને ટ્રાફિક સમસ્યા નીવારવા માટે જો આ પુલ બનાવવાનો હોય તો પ્રથમ લીલાપર રોડથી ભડીયાદ રોડ બનાવો જોઇ બાકી માત્ર વાહવાહી અને અમુક નેતાના ફાયદા માટે જો પુલ બનાવો હોય તો યોગ્ય છે. આમ મોરબીના મોટા ભાગના લોકોની માંગ તો લીલાપરથી ભડીયાદ રોડની છે માટે જનતાની માંગને ન્યાય આપવા પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા માંગ કરવામાં આવી છે.