રાજકોટનાં રેલનગર વિસ્તારમાં રાજકોટ શહેર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (નાકોટીક્સ સેલ) દ્વારા રેઈડ કરી બે ઈસમોને મેફેડ્રોન ડ્રગ્સનાં જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યા છે. તેમજ આ જથ્થો આરોપીઓ ક્યાંથી લાવ્યા અને કોને આપવાના હતા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે
રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા રાજકોટ શહેરમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરૂધ્ધ કડક કાયૅવાહી કરવા સુચના આપવામાં આવી હતી. જે અન્વયે કામગીરી કરતા દરમિયાન આજ રોજ એસ.ઓ.જી. ટીમને મળેલ બાતમીના આધારે, રાજકોટ શહેરના રેલનગર ૮૦ ફુટ મેઇન રોડ ગુલમહોર પ્લાઝા શોપ નં.૧૦૬ ખાતેથી રૂ.૩०,૩८,૩००/-ની કિંમતના ૩૦૩.૯૩ ગ્રામ માદક પદાર્થ મેફેડ્રોનના જથ્થા સાથે રણજીત ઉર્ફે કાનો ટીકીટ અરવિંદભાઇ ગોહેલ તથા હિતેન્દ્રસિંહ ઉર્ફે હકો કડી ભુપતસિંહ જાડેજા નામના બે ઇસમોને પકડી પાડી મેફેડ્રોન ડ્રગ્સ સહીત કુલ રૂ.૩૦,૫૩,૦૫૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. અને સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.