મોરબીમાં મહાનગરપાલિકાના અનેક દાવાઓ છતાં પણ હજુ પણ ઘણા બધા વિસ્તારોમાં ગંદકીની સમસ્યાઓ જોવા મળી રહી છે. ત્યારે મોરબીના નવલખી રોડ પર આવેલ રણછોડ નગરમા અસહ્ય ગંદકીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે અને ઘેર ઘેર બીમારીઓ આવે તેવી સ્થિતિ સર્જાઈ છે.
તાજેતરમાં મોરબી મહાનગરપાલિકા વિવિધ ટીમો બનાવીને યુદ્ધના ધોરણે કામગીરી કરાવતી હોવાના એ દાવો કરવામાં આવી રહ્યા છે તેમજ મોરબીના વિવિધ વિસ્તારોમાં સફાઈ સહિતની કામગીરી યુદ્ધના ધોરણે કરાવતી હોવાની જે વાતો કરવામાં આવી રહી છે તે વાતોની પોલ ખોલતા દ્રશ્યો સામે આવ્યા છે.જેમાં મોરબીના નવલખી રોડ પર આવેલ રણછોડનગર વિસ્તારમાં અસહ્ય ગંદકીને કારણે લોકો પરેશાન થઈ ચૂક્યા છે અને આ ગંદકીથી માખી મચ્છરો અને અન્ય જીવજંતુઓનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે જેને કારણે આ વિસ્તારમાં ઘેર ઘેર બીમારી આવે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે ત્યારે તાકીદે આ રણછોડનગર વિસ્તારમાંથી આ ગંદકી દૂર કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે.