માળીયા મીયાણા મામલતદાર કચેરીની લાલીયાવાડી સામે આવી છે. પુરવઠા વિભાગની અંદર રેશન કાર્ડ KYCનું કામ કરાવવા આવેલ અરજદારોને ધર્મના ધક્કા ખાવાની નોબત આવી છે. બપોરના 11.30 વાગ્યા સુધીમાં મામલતદાર થી લઈ નાયબ મામલતદાર સુધી પણ અધિકારીઓ હજુ ઓફિસે નહિ ફરકતા અરજદારોમાં રોષ ફેલાયો છે.
માળીયા મીયાણા મામલતદાર કચેરીમાં અધિકારીઓની ગેરહાજરી જોવા મળી હતી. જાણે કોઈ અહીં હોય જ નહીં અને રેઢું પટ્ટ હોય તે તેવી હાલ વર્તન સર્જાઈ છે. માળીયામીયાણા મામલતદાર કચેરી ખાતે બપોરનાં 11:30 વાગ્યા હોવા છતાં પણ કર્મચારીઓ કચેરીમાં હાજર થયા નથી. કચેરીમાં આઉટ સોર્સ કર્મચારીઓની જ હાજરી જોવા મળી હતી. જ્યારે કોઈ પણ સરકારી અધિકારીઓ હજુ ફરજ પર નહિ આવતા તંત્ર પાર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. મામલતદાર થી લઈ નાયબ મામલતદાર સુધી કોઈ પણ સરકારી કર્મચારીઓ ફરજ પાર હાજર થયા નથી. તેમજ પુરવઠા વિભાગમાં રેશન કાર્ડ KYCનું કામ કરાવવા આવેલ અરજદારોને પણ ધરમના ધક્કા ખાવાની નોબત આવી છે. બપોરે 11:30 વાગ્યે અહીંયા અરજદારોની લાઈન હોવા છતાં હજુ અધિકારીઓ હાજર ન થતાં અરજદારોને ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે