મોરબી ક્રાઇમ બ્રાંચ ટીમે આરોપી પાસેથી વર્લી ફીચર્સ આકડાનું સાહિત્ય અને રોકડા ૧૬,૧૫૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો.
મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમે પૂર્વ બાતમીને આધારે વાંકાનેરના રેલ્વે સ્ટેશન રોડ ગેબી પાનની સામે બાપાસીતારામ પાનની દુકાન પાસે રેઇડ કરી જાહેરમાં વર્લી ફીચરના આંકડાઓ લખી પૈસાની હારજીતનો જુગાર રમી રમતા એક ઇસમને રોકડ રૂ.૧૬૧૫૦/- તથા સાહિત્ય સાથે પકડી લેવામાં આવ્યો હતો, આ સાથે આરોપી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એલ.સી.બી. ટીમના હેડ કોન્સ. ઇશ્વરભાઇ કલોતરા, ભરતભાઇ જીલરીયા, કોન્સ. ભગીરથસિંહ ઝાલા, વિક્રમભાઇ રાઠોડને સંયુકતમાં ખાનગીરાહે હકીકત મળેલ કે, પુથ્વીરાજસિંહ ઉર્ફે અપ્પુ દરબાર રહે. વાંકાનેર વાળો રેલ્વે સ્ટેશન રોડ, ગેબી પાનની સામે, બાપાસીતારામ પાનની દુકાન પાસે જાહેરમાં વર્લી ફીચરના આંકડા લખી પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે. તેવી ચોકકસ હકિકત આધારે રેઇડ કરતા ઉપરોક્ત ઈસમ હાજર મળી આવેલ તેની પાસેથી એક એક ડાયરીમાં કલ્યાણ બજારના આજની તારીખના વર્લી મટકાના આંકડાઓ લખેલ હોય જે અલગ-અલગ ગ્રાહકો પાસેથી જુદા-જુદા આંકડાઓ લખેલ ડાયરી તથા એક બોલપેન તથા રોકડ રકમ રૂ.૧૬૧૫૦/- મળી કુલ કિ.રૂ.૧૬૧૫૦/- ના મુદામાલ સાથે મળી આવ્યો હતો, જેથી આરોપી પૃથ્વીરાજસિંહ ઉર્ફે અપ્પુ મહાવીરસિંહ જેઠવા રહે. અમરસિંહજી મીલ કોલોની વાંકાનેર વાળાની સ્થળ ઉપરથી અટકાયત કરી તેની વિરુદ્ધ વાંકાનેર સીટી પોલુસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે