હળવદ તાલુકાના કેદારીયા ગામનો ઈસમ બાઇક ઉપર નવા ધનાળા ગામે વિદેશી દારૂની હેરફેર કરતા હોવાની મળેલ બાતમીને આધારે હળવદ પોલીસ ટીમ દ્વારા વોચ ગોઠવી ઇસમને હોન્ડા સાઈન રજી.નં.જીજે-૩૬-કે-૦૮૬૭ સહિત માળીયા હાઇવે ઉપરથી ઝડપી લેવામાં આવ્યો હતો, જ્યારે પકડાયેલ આરોપી પાસે રહેલ પ્લાસ્ટિકના બાચકાની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ મેજીક મુવમેન્ટની ૮ નંગ બોટલ મળી આવી હતી, જેથી તુરંત પોલીસે આરોપી શ્રવણ જયંતીભાઈ જીંજુવાડીયા ઉવ.૨૭ રહે. કેદારીયા તા. હળવદ વાળાની અટક કરી તેની પાસેથી હોન્ડા સાઈન બાઇક કિ.રૂ.૪૦ હજાર તથા વિદેશી દારૂ. કિ.રૂ.૯,૬૦૦/-એમ કુલ રૂ.૪૯,૬૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે