Saturday, August 2, 2025
HomeGujaratમોરબી ટ્રાફિક કોન્સ્ટેબલ પર હુમલો: ચલણ આપતા દંપતીએ ઉશ્કેરાઈને પોલીસકર્મી પર કર્યો...

મોરબી ટ્રાફિક કોન્સ્ટેબલ પર હુમલો: ચલણ આપતા દંપતીએ ઉશ્કેરાઈને પોલીસકર્મી પર કર્યો હુમલો

વાવડી ચોકડીની ઘટનાથી ચકચાર, મોરબી સીટી એ ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાયો.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરમાં ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વાવડી ચોકડી પોઇન્ટે ફરજમાં હતા ત્યારે મોટર સાયકલ ચાલકને ચલણ આપતા મોટર સાયકલ સવાર દંપતીએ ઉશ્કેરાઈ જી પોલીસકર્મીને ગાળો આપી હાથાપાઈ કરી દીધી હતી. મોટર સાયકલ ચાલકે કોન્સ્ટેબલનો કાંઠલો પકડતા છોડાવા જતા ટ્રાફિક કોન્સ્ટેબલની આંગળીમાં ઈજા પહોંચી હતી. બાદમાં આરોપી મહિલાએ પોલીસકર્મીને પકડી રાખતાઓટર સાયકલ ચાલકે પોલીસકર્મીને માથામાં મોબાઇલ મારી ઇજાઓ પહોંચાડી હતી.

મોરબી સીટી ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જીગ્નેશભાઈ પ્રવીણભાઈ લાંબા ઉવ.૩૧ ગઈકાલ તા.૩૦ જુલાઈના રોજ સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં વાવડી ચોકડી વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થાની દેખરેખમાં હતા. ત્યારે નાની વાવડી ગામના રહેવાસી દર્શનભાઈ નવનીતભાઈ જાદવ તથા તેમના પત્ની દિશાબેન દ્વારા ટ્રાફિકમાં અડચણરૂપ રીતે વાહન ચલાવવામાં આવી રહ્યું હતું. જે બાબતે ફરજ ઉપર હાજર કોન્સ્ટેબલે ચલણ કાપવાનું કહેતા બંને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને પોલીસકર્મી જીજ્ઞેશભાઈને ગાળો આપી આરોપી દર્શનભાઈએ પોલીસકર્મીનો કાંઠલો પકડી તેને ઇજા પહોંચાડી હતી. આરોપી દિશાબેને પોલીસકર્મીને પકડી રાખતા આરોપી દર્શનભાઈએ માથામાં મોબાઇલનો ઘા મારી કોન્સ્ટેબલનું માથું ફોડી નાખ્યું હતું. આરોપી દંપતીએ મળીને કાયદેસર રાજ્ય સેવકની કામગીરીમાં રુકાવટ પેદા કરી હુમલો કર્યો હતો. આ બનાવને પગલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બન્ને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!