હળવદ તાલુકાના દેવીપુર ગામની સીમમાં આવેલ વાડીએ મોરબી એલસીબી ટીમ દ્વારા જુગાર અંગે રેઇડ કરવામાં આવી હતી, રેઇડ દરમિયાન જુગાર રમતા કુલ ચાર પૈકી એક નાસી છૂટ્યો હતો, જ્યારે ત્રણ જુગારીને રોકડા રૂ.૬૧ હજાર સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.
મોરબી એલ.સી.બી. પોલીસ ટીમને ખાનગીરાહે બાતમી મળી કે, હળવદના ચરાડવા ગામે રહેતા મુકેશભાઈ માકાસણા પોતાની દેવીપુર ગામે આવેલ વાડીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમી રમાડતા હોવાની બાતમીને આધારે ઉપરોક્ત વાડીએ રેઇડ કરવામાં આવી હતી. જ્યાં પોલીસ ટીમને આવતા જોઈ જુગાર રમી રહેલ આરોપીઓમાં નાસભાગ મચી ગયી હતી, ત્યારે પોલીસે જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી લીધા હતા, જેમાં વાડી માલીક આરોપી મુકેશભાઇ હસમુખભાઈ માકાસણા, જગદિશભાઇ વલમજીભાઈ માકાસણા તથા વસંતભાઇ કેશવજીભાઇ માકાસણા ત્રણેય રહે.ચરાડવા તા.હળવદ વાળાને રોકડા રૂ.૬૧,૦૦૦/-સાથે પકડી લેવામાં આવ્યા હતા, જ્યારે દરોડા દરમિયાન આરોપી સંજયભાઇ લાલુભાઇ માકાસણા રહે.ચરાડવા તા.હળવદ વાળા નાસી છુટતા તેને ફરાર દર્શાવી મોરબી એલસીબી ક્રાઇમ બ્રાંચે તમામ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુનો નોંધાવી ફરાર આરોપીને શોધવા તજવીજ હાથ ધરી છે