‘વિકાસ વાટીકા’ના સંપાદન માટે જીલ્લા માહિતી કચેરી અને આયોજન કચેરીની ટીમને વહીવટી તંત્રએ અભિનંદન પાઠવ્યા.
મોરબી જીલ્લામાં જીલ્લા માહિતી કચેરી અને આયોજન કચેરી દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવેલ જીલ્લાની વિકાસ વાટિકાનું જીલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર સહિતના વહીવટી તંત્રના અધિકારીઓના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
મોરબી જીલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોની વિકાસ ગાથાને વણી લઈ વિકાસ વાટીકા તૈયાર કરવામાં આવી છે. જેમાં વર્ષ ૨૦૨૪ દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, ગુજરાતના રાજ્યપાલ આચર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા અન્ય મંત્રી સહિતના મહાનુભાવોની મોરબી જીલ્લાની લીધેલ મુલાકાતો અને સરકાર દ્વારા મોરબી જીલ્લાને આપવામાં આવેલી વિવિધ વિકાસ કાર્યોની ભેટનું નિરૂપણ કરવામાં આવ્યું છે. વિકાસ વાટીકાના વિમોચન પ્રસંગે વહીવટી તંત્રના અધિકારીઓએ જીલ્લા માહિતી કચેરી અને આયોજન કચેરીની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક વિરલ દલવાડી, મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળા, હળવદ પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા, વાંકાનેર પ્રાંત અધિકારી ડો.વિપુલ સાકરીયા, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, મોરબી સહાયક માહિતી નિયામક પારુલ આડેસરા, માહિતી મદદનીશ બળવંતસિંહ જાડેજા, ફોટોગ્રાફર પ્રવીણભાઈ શનાળીયા, અજય મુછડીયા તથા વહીવટ તંત્રના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા