વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ દ્વારા આજ રોજ વાંકાનેર બાઉન્ટ્રી ચેક પોસ્ટ પાસે દેશી દારૂની હેરાફેરી કરતી કારનો ફીલ્મી ઢબે પીછો કરી દેશી દારૂ ભરેલ ક્રેટા કાર સાથે બે ઈસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ વાંકાનેર બાઉન્ટ્રી ચેક પોસ્ટ આજુ બાજુમા પેટ્રોલીંગમા હતી. તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, એક હ્યુન્ડાઈ કંપનીની ગ્રે કલરની ક્રેટા કારનો ચાલક કારમાં દેશી દારૂ ભરીને ચોટીલા તરફથી આવી વાંકાનેર થઈ મોરબી તરફ જનાર છે. જે બાતમીના આધારે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને બાતમી વાળી કાર વાંકાનેર બાઉન્ટ્રી ચેક પોસ્ટ પાસેથી પસાર થઈ વાંકાનેર બાઉંટ્રી ઓવરબ્રીજ ઉપર આવેલ વંળાકમા પહોચતા કારને ઉભી રખાવી કારની અંદર ચેક કરવા જતા કાર ચાલકે અચાનક જ પોતાની કારને વધુ સ્પીડમાં ચલાવી નીકળી ગયો હતો. જેથી કારનો ખાનગી વાહનો વડે પીછો કરી વાંકાનેર સીટી જકાતનાકા પાસે ક્રેટા કારને રોકી ક્રેટા કારમા ચેક કરતા કારમાથી રૂ.૧,૦૫,૦૦૦/-ની કિંમતનો ૫૨૫ લીટર દેશી દારૂ મળી આવતા પોલીસે દેશી દારૂ, રૂ.૪,૦૦,૦૦૦/-ની કિંમતની ક્રેટા કાર તથા ૦૨ વિવો કંપનીના મોબાઈલ મળી કુલ રૂ.૫,૧૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન કાર ચાલક સહીત અલ્પેશભાઈ રમેશભાઈ જીંજરીયા તથા રાજુભાઈ જંયતીલાલ કગથરા નામના બે ઈસમોને પકડી પાડવામાં આવ્યા છે. તેમજ પકડાયેલ આરોપીની પુછપરછ દરમ્યાન દેશી દારૂનો જથ્થો મંગાવનાર તથા મોકલનારની તપાસ ચાલુ છે. આમ પકડાઇ ગયેલ ઇસમો તથા તપાસમા ખુલે તે તમામ ઈસમો વિરૂધ્ધ પ્રોહી. એક્ટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવવામા આવ્યો છે