Sunday, August 10, 2025
HomeGujaratવલસાડ પોલીસનું OPERATION "HUNT" : છેલ્લા ત્રણ માસ દરમિયાન ૧૧૨ વોન્ટેડ આરોપીઓને...

વલસાડ પોલીસનું OPERATION “HUNT” : છેલ્લા ત્રણ માસ દરમિયાન ૧૧૨ વોન્ટેડ આરોપીઓને દબોચી લેવાયા

ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવીની સુચના તથા માર્ગદર્શન હેઠળ વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.કરનરાજ વાઘેલાના નેતૃત્વમાં વલસાડ જીલ્લા પોલીસ દ્વારા OPERATION “HUNT” અંતર્ગત છેલ્લા ત્રણ માસ દરમિયાન ખુન, ધાડ, લુંટ, બળાત્કાર, અપહરણ વિગેરે જેવા ગંભીર ગુનાઓના ૧૧૨ નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વલસાડ જીલ્લા પોલીસ દ્વારા OPERATION “HUNT” એટલે કે Hunt for Unrelenting Nationwide Tracking અંતર્ગત વલસાડ,વાપી તથા જીલ્લા એલ.સી.બી, પેરોલ ફર્લો સ્કોડ, એસ.ઓ.જી, જીલ્લાના પોલીસ સ્ટેશનો દ્વારા અલગ અલગ ટીમો બનાવી જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં મર્ડર, લુંટ, ધાડ, બળાત્કાર, અપહરણ વગેરે જેવા ગંભીર તથા અન્ય ગુનાના લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા જુના કેસ કાગળોનો ઝીણવટ પુર્વક અભ્યાસ કરી ટેકનીકલ ટીમની મદદ લઇ તથા હ્યુમનસોર્સ આધારે આરોપીઓની હયાતીની માહીતી મેળવી દેશના અલગ-અલગ રાજયમાં કેમ્પ રાખી જે તે રાજય/જીલ્લાના પોલીસ અધિકારીઓ તથા સ્થાનિક પોલીસ સાથે સંકલન કરી આરોપીના રહેણાંક વિસ્તારમા વેશપલટો કરી ખંતપુર્વક મહેનત કરી તા-૦૧/૦૫/૨૦૨૫ થી તા-૩૧/૦૭/૨૦૨૫ સુધી ત્રણ માસના સમયગાળા દરમિયાન વલસાડ જીલ્લાના તથા ગુજરાત રાજયના અન્ય જીલ્લા તેમજ અન્ય રાજયના ગંભીર ગુનાઓમા લાંબા સમયથી નાસતા ફરતા કુલ-૧૧૨ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

જેમાં એલ.સી.બી.શાખા દ્વારા 39, એસ.ઓ.જી.શાખા દ્વારા 16, વલસાડ રૂરલ પોલીસ દ્વારા 12, વાપી ટાઉન પોલીસ દ્વારા 10, પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા 08, વલસાડ સીટી પોલીસ દ્વારા 06, ડુંગરી પોલીસ દ્વારા 06, ભીલાડ પોલીસ દ્વારા 05, પારડી પોલીસ દ્વારા 03, ધરમપુર પોલીસ દ્વારા 03, વાપી GIDC પોલીસ દ્વારા 03, ડુંગરા પોલીસ દ્વારા 02 તથા ઉમરગામ પોલીસ દ્વારા 02 આરોપીઓને પકડી કુલ 112 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!