ગરબા ક્લાસીસની આડમાં બેન-દીકરી સાથે કોઈ રોમિયા કે લૂખ્ખાં તત્વો કોઈ બેન-દીકરીને હેરાન પરેસાન ના કરે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમસ્ત મોરબી પાટીદાર સમાજ દ્વારા મોરબીને ડિસ્કો દાંડિયા ક્લાસીસ ને નામે ચાલતા દૂષણોથી મૂક્ત કરાવવા જાહેર સભા નું આયોજન કરવામાં આવ્યું છે.
સમસ્ત મોરબી પાટીદાર સમાજ દ્વારા જણાવ્યા અનુસાર, ડિસ્કો દાંડિયા ક્લાસીસમાં નવરાત્રી પહેલા જ અસમાજીક તત્વો સક્રિય થાય છે. નવરાત્રીમાં માતાજીના ગરબા કરવા એ આપણી સંસ્કૃતિ છે. પણ આ નવરાત્રી પહેલા 3 મહિનાથી ફ઼િલ્મી સ્ટાઇલથી ડિસ્કો દાંડિયા ક્લાસીસ કરવા એ સમસ્ત સમાજ માટે દૂષણ છે. આ દૂષણો નાથવા માટે સમસ્ત પાટીદાર સમાજ દ્વારા આવતીકાલે તા. 02/08/2025 ને શનિવારના રોજ રાત્રે 8:30 કલાકે મોરબીમાં કેપિટલ માર્કેટની બાજુમાં રવાપર ચોકડી ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ જાહેરસભામાં મોરબીવાસીઓને પધારવા સમસ્ત મોરબી પાટીદાર સમાજ દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે