આયુષ્માન ભારત યોજના હેઠળ સરકારે ૭૦ વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને પણ સામેલ કર્યા છે. જે હેઠળ લાભાર્થીઓ પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં મેળવી શકે છે.આ યોજના માટે લાયક લોકોએ આયુષ્માન વય વંદના કાર્ડ બનાવવું પડશે.જેને લઇ આજ રોજ મોરબી જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરમાં પ્રધાનમંત્રી આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પ યોજવામાં આવ્યો હતો.
મોરબી જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરમાં મોરબી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયાની અધ્યક્ષતામાં ૮૦ વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી માટે પ્રધાનમંત્રી આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પ યોજવામાં આવ્યો હતો.જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર હેઠળ આવતા વિસ્તારના ૭૦ થી વધુ ઉંમરના બાકી રહેલા લાભાર્થી દ્વારા લાભ લેવામાં આવ્યો હતો.આ કામગીરી માટે મેડિકલ ઓફિસર ડૉ. રાધિકાબેન વડાવીયા, એમ.પી.એચ.એસ. દિપકભાઈ વ્યાસ, એમ. પી. ડબલ્યુ અનિલ પઢારીયા, એફ.એચ.ડબલ્યુ. હીરલબેન પરમાર, સરપંચ રમેશભાઇ વાંસદડીયા, ઉપસરપંચ રાજુભાઇ જેતપરીયા તથા ગામના આગેવાનો દ્વારા લોકોને વધુમાં વધુ લાભ મળે તે માટે જહેમત ઉઠાવવામાં આવી હતી.