રાજસ્થાન અને ગુજરાતના આરોપીઓ દ્વારા ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરાફેરી કરતા ઝડપાયા, ચારની અટક,બે આરોપીની શોધખોળ
ટંકારા: રાજકોટ-મોરબી રોડ પર આવેલ છતર ચેકપોસ્ટ પાસે ટંકારા પોલીસે ક્રેટા, વર્ના અને કિયા એમ ત્રણ કાર રોકી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની નાની-મોટી ૩૪૦ નંગ બોટલ મળી આવી હતી. જેથી ટંકારા પોલીસે ત્રણ કારમાં સવાર કુલ ચાર ઇસમોની અટક કરી હતી જ્યારે કિયા કારનો ચાલક કાર રેઢી મૂકીને નાસી ગયો હતો. જ્યારે પકડાયેલ આરોપીઓની પૂછતાછમાં માલ મોકલનારનું નામ જણાવતા આ કેસમાં કુલ બે આરોપીઓને ફરાર જાહેર કર્યા હતા. આ સાથે પોલીસે કુલ રૂ.૨૨.૪૦ લાખનો મુદ્દામાલ ઝડપી પાડી કુલ છ શખ્સો વિરુદ્ધ પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, ગઈકાલ તા.૦૧ ઓગસ્ટના રોજ મોરબી-રાજકોટ હાઇવે ઉપર છતર ચેકપોસ્ટ નજીક આરોપીઓએ એકબીજા સાથે મેળાપીપણુ કરી પોતાના કબજા ભોગવટા વાળી ક્રેટા કાર નંબર-GJ-05-RF-0068 વર્ના કાર નંબર-GJ-13-N-8874 તથા કીયા કાર નંબર-GJ-36-R-1419 માં ઇંગ્લીશ દારૂની સ્કોચની નાની મોટી કુલ બોટલો નંગ-૩૪૦ કી.રૂ. ૯,૭૫,૬૦૨/- મોબાઇલ નંગ-૦૩ કી.રૂ. ૧૫,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૨૨,૪૦,૬૦૨/- નો મુદામાલ વેચાણ અર્થે રાખી હેરાફેરી કરતા આરોપી બાંકારામ મંગલારામ ભાભુ ઉવ.૨૪ રહે. લોહારવા સઉઓ કા ગોલીયા તા.ધોરીમન્ના જી.બાડમેર (રાજસ્થાન), રામનારાયણ મોબતારામ કાકડ ઉવ.૨૭ રહે. ચૈનપુરા બોગુડો કી ઢાણી તા.ધોરીમન્ના જી.બાડમેર (રાજસ્થાન), અકીલભાઇ ફીરોજભાઇ સીડા ઉવ.૩૨ રહે. જુનાગઢ બી ડીવીજન પોલીસ સ્ટેશન સામે નરસીંહ સ્કુલ વિસ્તારમાં તા.જી.જુનાગઢ તથા પ્રવિણભાઇ કેસરીમલ ગોદારા ઉવ.૧૮ રહે.રોહીલા પશ્ર્ચિમ તા.સેડવા જી.બાડમેર (રાજસ્થાન)ને ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે આરોપી કીયા કારનો ચાલક પોતાના હવાલા વાળી કાર સ્થળ પર મુકી નાશી ગયો હતો. આ સાથે પકડાયેલ ચારેય આરોપીઓની સઘન પૂછતાછમાં અન્ય એક આરોપી અનીલભાઇ રૂગનાથભાઇ જાણી રહે. મોખાવા તા.ગુડામાલાણી જી.બાડમેરનું નામ ખુલતા, ટંકારા પોલીસે કુલ છ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.