સવારના સમયે ભોયતળે સુતા હોઈ સાપના ડંખે જીવ ગુમાવ્યા.
વાંકાનેર તાલુકાના નવા મહિકા ગામની ધાર વિસ્તારમાં રહેતા માતા-પુત્રને વહેલી સવારે ભોયતળે સુતા હોય ત્યારે ઝેરી સાપ કરડતા તેમને વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા.
વાંકાનેર તાલુકાના નવા મહિકા ગામમાં રહેતા મૂળ કચ્છના ભચાઉ તાલુકાના અધોઇ ગામના રહેવાસી કાજલબેન ઘોઘાભાઈ સોઢા અને તેમનો ૧૦ વર્ષીય માસુમ પુત્ર ગઈકાલ તા. ૦૧/૦૮ના રોજ વહેલી સવારે પોતાનાં ઘરમાં ભોયતળે સુતા હતા ત્યારે ઝેરી સર્પે ડંખ માર્યો હતો. ત્યારે પરિવારજનો દ્વારા બંનેને તાત્કાલિક વાંકાનેર સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યા, જ્યાં ફરજ પરના ડોક્ટરે બંને માતા-પુત્રને મરણ ગયાનું જાહેર કર્યા હતા. બનાવની જાણ થતા વાંકાનેર તાલુકા પોલીસ સ્થળ ઉપર પહોંચી આગળની તપાસ શરૂ કરી હતી, ત્યારે પોલીસે પ્રાથમિક વિગત મેળવી મૃત્યુના બનાવ અંગે અ.મોતની એન્ટ્રી કરી આગળની તપાસ ચલાવી છે.