હળવદ શહેરના વિવિધ વિસ્તારોમાંથી બાઈક ચોરીના ત્રણ અલગ અલગ બનાવો અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે.જેમાં બ્રાહ્મણ ભોજનશાળા,ભવાની મેડિકલ પાછળ અને ધ્રાંગધ્રા દરવાજા નજીકથી તસ્કરોએ બાઈક ચોરી કરી છે.ફરિયાદના આધારે હળવદ પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.ત્યારે બે બનાવ છ મહિના પહેલા બનેલા છે અને એક બનાવ તાજેતરમાં બનેલો છે જેથી અચાનક એક સાથે ત્રણ બાઇક ચોરીની ફરિયાદ નોંધાતા આ બાઇક ચોરી કરનાર તસ્કર ટૂંક જ સમયમાં ઝડપાઈ જવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે.
હળવદ શહેરમાં ત્રણ અલગ અલગ સ્થળોએ થયેલા બાઈક ચોરીના બનાવોને પગલે શહેરમાં વાહન ચોરી અંગે ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ છે.જે બાઇક ચોરીના પ્રથમ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મોહિતભાઈ પ્રફુલભાઈ સિંદૂરીયાએ બ્રાહ્મણ ભોજનશાળા નજીકથી પોતાનું સ્પ્લેન્ડર પ્લસ બાઈક જીજે-૧૪-એન-૨૬૪૯ ગત તા. ૧ જાન્યુઆરીની રાત્રે અજાણ્યા તસ્કરો ચોરી ગયા અંગે ફરિયાદ નોંધાવી છે.જ્યારે બીજા બનાવમાં, હાર્દિકભાઈ ભરતભાઈ શાહએ પોતાનું સ્પ્લેન્ડર પ્રો બાઈક જીજે-૧૩-એફએફ-૧૩૧૯ તા. ૨૩ જાન્યુઆરીએ શાહ ભરતભાઇ નામની દુકાન પાસે પાર્ક કર્યું હતું જે અજાણ્યા તસ્કર ચોરી ગયાની ફરિયાદ કરી છે.આ ઉપરાંત ત્રીજા બનાવમાં હસમુખભાઈ ઓધવજીભાઈ કુરિયાએ ગઈ તા.૩૦/૦૭ના રોજ પોતાનું હીરો સ્પ્લેન્ડર બાઈક જીજે-૧૩-એમએમ-૨૪૮૯ ધ્રાંગધ્રા દરવાજા પાસે જાહેરમાં પાર્ક કરેલું હતું,જ્યાંથી અજાણ્યા તસ્કર દ્વારા ચોરી ગયાનું હળવદ પોલીસ મથકે જાણ કરી છે.હાલ હળવદ પોલીસે ત્રણેય ફરિયાદોના આધારે અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે