ગુજરાત રાજ્ય પોલીસમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ તથા જવાનોને વિશિષ્ટ સેવા અને પ્રશંસનીય સેવા અંગેના પોલીસ મેડલ્સ એનાયત કરવામાં આવતા હોય છે.ત્યારે આજ રોજ ગુજરાતનાં મુખ્યમંત્રી દ્વારા કૃષ્ણકુમારસિંહ ગોહિલને રાષ્ટ્રપતી પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યું છે.
આજ રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં આજરોજ ગુજરાતના નાયબ પોલીસ અધિક્ષક કૃષ્ણકુમારસિંહ હિંમતસિંહ ગોહિલને રાષ્ટ્રીપતી પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યું છે.કૃષ્ણકુમારસિંહ ગોહિલ કચ્છના એ.સી.બી. ડી.વાય.એસ.પી.અને રાજકોટના એ.સી.બી. વિભાગના ઇન્ચાર્જ ડી.વાય.એસ.પી. તરીકે હાલ ફરજ બજાવી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે ગત ૧૫ ઓગષ્ટ ૨૦૨૪ ના રોજ કૃષ્ણકુમારસિંહને રાષ્ટ્રપતી પોલીસ મેડલ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.