મોરબી જિલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ હીરાલાલ ટમારીયા દ્વારા આજ રોજ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને પત્ર લખી મોરબી જિલ્લા અમુક ઘટતી આરોગ્ય સુવિધા મોરબી સિવિલ હોસ્પિટલમાં જ ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરવામાં આવી છે.
મોરબી જિલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ હીરાલાલ ટમારીયા દ્વારા મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને લખાયેલ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબી જિલ્લામાં હાલમાં ૮૦૦ થી પણ વધારે દિવ્યાંગ બાળકો નોંધાયેલ છે. આ બાળકો વિવિધ પ્રકારના મેડીકલ રિપોર્ટ જેવા કે થેલેસેમીયા, ઇકો, બૉન્ડેજ, ઓડયોગ્રામ તેમજ વિગેરે રિપોર્ટ્સ કરાવા માટે મોરબીથી રાજકોટ સિવિલ હોસ્પિટલ જવું પડે છે અને જો મોરબી જીલ્લાના છેવાડાના ગામના દર્દીને રાજકોટ જવાનું થાય તો ઓછામાં ઓછુ ૧૦૦ થી ૧૨૫ કિ.મી અંતર કાપી ને જવું પડે છે.જે લોકો પાસે વાહનની વ્યવસ્થા છે.તેઓ માટે રાજકોટ સિવિલ સુધી તો સરળતાથી જઈ શકે છે.પરંતુ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા બાદ રીર્પોટમા સવારથી સાંજ અથવા રાત સુધી રોકાવવું પડે છે અને જો આજ દર્દી એક સામાન્ય અથવા શ્રમિક પરિવારમાંથી હોય તો તેને કેવી મુશ્કેલીઓ વેઠવી પડતી હશે.તે આપ પણ સમજી શકો છો. ત્યારે મોરબી જીલ્લાના આવા તમામ દર્દીઓને આર્થીક અને શારીરિક મુશ્કેલીઓ ઓછી થાય તે માટે મોરબી જીલ્લામાં ઉપરોકત તમામ રિપોર્ટ સરળતાથી થઇ શકે તે માટેની તમામ વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી છે.