Monday, August 18, 2025
HomeGujaratહળવદમાં વાહન ચોરીના ચાર અલગ-અલગ ગુન્હામાં સંડોવાયેલ વાહનચોરને ઝડપી લેવાયો

હળવદમાં વાહન ચોરીના ચાર અલગ-અલગ ગુન્હામાં સંડોવાયેલ વાહનચોરને ઝડપી લેવાયો

રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ વાહન ચોરીના અનડિટેકટ ગુનાઓ ડિટેકટ કરી અસરકારક કામગીરી કરવા તેમજ મુદામાલ રીકવર કરવા સુચના આપવામાં આવી હતી.જેને લઇ કામગીરી કરતા દરમિયાન હળવદ પોલીસ દ્વારા વાહન ચોરીના આરોપીને પકડી ચોરીના ૪ મોટર સાયકલ રીકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેઓએ બાતમીના આધારે રાજેશભાઇ ઉર્ફે રાજુ અરજણભાઇ પીપળીયા (રહે ગામ ખરેડા તા.જી.મોરબી હાલ રહે જેતપર સુનીલભાઇ શાંતીલાલ પટેલ ની વાડીએ તા.જી મોરબી)ને ચોરીના એક મોટર સાયકલ સાથે પકડી પાડવામાં આવ્યો હતો. તેમજ આરોપીની પુછપરછ કરતા ૩ ચોરીના અન્ય મોટર સાયકલ મળી કુલ રૂ.80,000 નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપીએ GJ 13 MM 2489 નંબરનું સ્પેલેન્ડર, GJ 14 N 2649 નંબરનું સિલ્વર કલરનુ સ્પેલેન્ડર, GJ 13 FF 1319 નંબરનું કાળા કલરનુ સ્પેલેન્ડર તથા GJ 10 AG 2121 નંબરનું સ્પેલેન્ડર એમ આ ચારેય મોટરસાઈકલ હળવદના અલગ-અલગ વિસ્તારમાંથી જ ચોરી કર્યા હોવાનું સામે આવ્યું છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!