Monday, August 18, 2025
HomeGujaratમોરબી વાંકાનેર અને હળવદમાં અલગ અલગ દરોડામાં દેશી વિદેશી દારૂ સાથે નવ...

મોરબી વાંકાનેર અને હળવદમાં અલગ અલગ દરોડામાં દેશી વિદેશી દારૂ સાથે નવ ઝડપાયા:ત્રણની શોધખોળ

મોરબી: સો ઓરડી નજીક વિદેશી દારૂની વહાર બોટલ સાથે બુટલેગર ઝડપાયો

- Advertisement -
- Advertisement -

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સો ઓરડી વિસ્તારમાંથી આરોપી હિતેશભાઈ ઉર્ફે વિપુલ ઉર્ફે ટકો રાજેશભાઇ મુધવા (ઉવ.૩૦ રહે.શોભેશ્વર રોડ ઢાળ ઉપર મોરબી-૨)વાળાને બી ડિવિઝન પોલીસ દ્વારા રોકી તેની પાસે રહેલ થેલીની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની રોયલ સ્ટગ વ્હિસ્કીની ૪ બોટલ કિ.રૂ.૫,૨૦૦/-મળી આવતા તુરંત આરોપીની સ્થળ ઉપરથી અટકાયત કરવામાં આવી હતી.

મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક યુવક વિદેશી દારૂના એક ચપલા સાથે પકડાયો

મોરબી શહેર પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન જુના બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારમાંથીવિદેશી દારૂ રોયલ સ્ટગની ૧૮૦મીલી.ની એક બોટલ સાથે પિયુષ ગોપાલભાઈ મેરજા (ઉવ.૨૮ રહે. શનાળા રોડ નારાયણનગર રુદ્ર અભિષેક એપાર્ટમેન્ટ મૂળરહે.નારણકા ગામ તા.મોરબી)વાળાની અટક કરી તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વાંકાનેરના માટેલ ગામે મોટર સાયકલ ઉપર વિદેશી દારૂની ૧૨ બોટલ સાથે નીકળેલ એક ઈસમ ઝડપાયો

વાંકાનેર તાલુકાના માટેલ ગામે અમરધામ નજીક મોટર સાયકલ ઉપર વિદેશી દારૂની રોયલ સ્ટગની ૧૨ બોટલ કિ.રૂ.૧૫,૬૦૦/- લઈ નિકળેલ મહેશભાઈ ભોપાભાઈ ધરજીયા (ઉવ.૩૦ રહે.મુળ અમરાપર તા.થાન જી સુરેન્દ્રનગર હાલ રહે.ટોરીસ સીરામીક માટેલ ગામ તા.વાકાનેર) વાળાની બાઇક તથા વિદેશી દારૂ સહિત ૮૫,૬૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ કાર્યવાહી હાથ ધરાઈ છે.

મોરબીના બેલા ગામ નજીક ૧૩૫ લીટર દેશી દારૂ સાથે ચાર પકડાયા, મુખ્ય મહિલા આરોપી ફરાર

મોરબી એલસીબી ટીમે બેલા ગામ નજીમ એડમીન કારખાના પાછળ વોકળા કાંઠે રેડ કફ બોટલો તેમજ બાચકામા કોથળીમાં ભરેલ ૧૩૫ લીટર દેશી દારૂના જથ્થા સાથે આરોપી હરીશભાઈ મનુભાઈ મજીઠીય,રાજભાઈ જગદીશભાઈ પંડ્યા, અર્જુનભાઈ હિરાભાઈ ધોળકિયા, ગોવિંદભાઈ ધીરૂભાઈ સુરેલાની અટકાયત કરવામાં આવી હતી.જ્યારે પકડાયેલ આરોપીની પૂછતાછમાં આરોપી મહિલા ડિમ્પલબેન હિતેશભાઈ રાઠોડ રહે.વીસીપરા મોરબીએ આ દેશી દારૂનો જથ્થો વેચાણ કરવા દહાડી ઉપર કામે રાખ્યા હોવાની કબૂલાત આપી હતી.હાલ એલસીબી ટીમે તેની શોધખોળ હાથ ધરી છે.

વાંકાનેરના રંગપર ગામ નજીક બોલેરોમાં ૫૫૦ લીટર દેશી દારૂ સાથે ઇસમ ઝડપાયો

વાંકાનેર તાલુકા પોલીસેના રંગપર ગામના પાટીયા પાસે મહારાષ્ટ્ર યુપી બિહાર નામની હોટલ પાછળથી જીજે-૧૩-એએક્સ-૩૧૨૭ નંબરની બોલેરો ગાડીને રોકી તેની તલાસી લેતા તેમાંથી ૫૫૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૧.૧૦ લાખ મળી આવેલ હોય જેથી બોલેરો ચાલક આરોપી નરેશભાઈ રામાભાઈ ડામોર ઉવ.૩૫ રહે.મુળ સરસવા ડામોર ફળીયુ પુનાવાડા ચોકડી તા.કડાણા જી.મહીસાગર હાલ રહે.મોટી મોલડી ગામની સીમમા વાવવા રાખેલ વાડીમા તા.ચોટીલા વાળાની અટક કરી હતી.પકડાયેલ આરોપીની સઘન પૂછપરછમાં દેશી દારૂનો માલ મોકલનાર આરોપી અરવિંદભાઈ લાલજીભાઈ ઓતરાડીયા રહે.ચીરોડા તા.ચોટીલા તથા માલ મંગાવનાર આરોપી ડિમ્પ્લબેન રહે.મોરબી વાળીના નામની કબુલાત આપી હતી.જેથી પોલીસે દેશી દારૂનો જથ્થો તથા બોલેરો સહિત કુલ રૂ.૬.૧૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

હળવદના ધૂળકોટ ગામે વાડીના શેઢે દેશી દારૂ બનાવવાનો આથો તથા વિદેશી દારૂના ચપલા સાથે એકને દબોચી લેતી ક્રાઇમ બ્રાંચ

મોરબી એલસીબી પોલીસ ટીમને બાતમી મળી કે, આરોપી નવઘણ સનુરા પોતાના કબ્જા ભોગવટા વાળી વાડીમાં દેશી વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરતો હોય જેથી તુરંત સ્થળ ઉપર રેઇડ કરી હતી. ત્યારે વાડીના શેઢેથી ૧૫) લીટર દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ઠંડો આથો તથા વિદેશી દારૂ રોયલ બ્લુ વ્હિસ્કીની ૧૮૦મીલી. ની ૭ બોટલ સહિત કુલ કિ.રૂ.૪,૪૫૦/-ના મુદ્દામાલ સાથે આરોપી નવઘણ સ/ઓ ભીમજીભાઇ ગાંડુભાઇ સનુરા ઉવ.૨૨ રહે.જુના ઘાંટીલા શકિત પ્લોટમાં તા.માળીયા(મી) વાળાની અટક કરી તેની વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!