Monday, August 18, 2025
HomeGujaratવાંકાનેરના અમરસર ગામે ઘરના ખુલ્લા વાડામાંથી સાત ઘેટા-બકરાની ચોરી અંગે ફરિયાદ નોંધાઈ

વાંકાનેરના અમરસર ગામે ઘરના ખુલ્લા વાડામાંથી સાત ઘેટા-બકરાની ચોરી અંગે ફરિયાદ નોંધાઈ

વાંકાનેરના અમરસર ગામે ઘરમાં ખુલ્લા શેડમાં બાંધેલ ૭ ઘેટા-બકરાની ચોરી થઈ હોવાના બનાવ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં રાત્રી દરમિયાન કોઈ અજાણ્યો ઈસમ ઘરની દીવાલ કૂદીને પશુઓની ચોરી કરી ગયો હોવા અંગે ફરિયાદ નોંધાવતા વાંકાનેર સીટી પોલીસે આરોપી વિરુદ્ધ ગુમો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકાના અમરસર ગામે રહેતા ખેડૂત હુસેનભાઇ અબ્દુલભાઇ ખોરજીયા ઉવ.૪૮એ વાંકાનેર સીટી પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ સામે ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગઈ તા-૨૬ જુલાઈના રાત્રીના સાડા દસ વાગ્યાથી તા-૨૭ જુલાઈના સાડા ચારેક વાગ્યા દરમ્યાન ફરીયાદી તથા સાહેદના ઘરની દિવાલ કુદીને ઘરમા પશુ બાંધવાના ખુલ્લા સેડમા દોરીથી બાંધેલ ૦૬ બકરા કિ.રૂ-૯૦૦૦/- તથા એક ઘેટો કિ.રૂ-૨૫૦૦/- મળી કુલ કિ.રૂ-૧૧,૫૦૦/-ના પશુઓની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હોય. હાલ પોલીસે ફરિયાદીની ફરિયાદને આધારે આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!