મોરબીમાં છેલ્લા કેટલાક દિવસોથી દાંડિયા ક્લાસીસ નો વિરોધ ઉઠી રહ્યો છે અને ખાસ કરીને નવરાત્રિ ના ત્રણ ત્રણ મહિના અગાઉ ચાલતા આવા દાંડિયા ક્લાસીસમાં દીકરીઓને ભોળવીને અમુક તત્વો ખોટા રસ્તે લઈ જાય છે.જેથી તમામ દાંડિયા ક્લાસિસ નામના દૂષણો ને બંધ કરાવવા માટે પાટીદાર સમાજ દ્વારા એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને આ ઝુંબેશના ભાગરૂપે મોરબીમાં પાટીદાર સમાજની જન ક્રાંતિ સભા યોજાઈ હતી જેમાં પાટીદાર સમાજના આગેવાનો ઉદ્યોગપતિઓ અને તમામ પક્ષના રાજકીય નેતાઓને આગેવાનો જોડાયા હતા અને આ સાથે જ હજારોની સંખ્યામાં પાટીદારોની જનમેદની ઉમટી પડી હતી.
આ સભામાં સમગ્ર પાટીદાર સમાજ દ્વારા દાંડિયા ક્લાસિસ માં ન જવા માટે શપથ લીધા હતા અને આગામી સમયમાં મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે ગરબા ક્લાસિસ શરૂ કરવામાં આવશે અને અહીં માત્ર દીકરીઓને ગરબા શીખવવામાં આવશે અને કોઈ પણ પાટીદાર સમાજના યુવક કોઈ પણ જગ્યાએ ફસાઈ ગયો હોય તો તેની મદદ કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે.
આ તકે પાટીદાર આગેવાન મનોજ પનારાએ જણાવ્યું હતું કે મોરબીમાં દાંડિયા ક્લાસિસ સંચાલકોને પ્રેમથી સમજાવ્યા હતા પરંતુ એને સમજાવવા ગયેલા પાટીદાર આગેવાનો ને એ લોકોએ આવારા તત્વો કીધા હતા અને પોલીસ મથકે અરજી કરી હતી.અને અમને અમુક લોકોએ એવું કીધું કે તમે રોટલા પર પાટુ મારો છો ત્યારે માથામાં ધારીયું મારવાની અમારી તૈયારી છે જો અમારી દીકરી પર કોઇ આંખ ઊંચી કરી છે.સમાજના યુવાનો સૈનિકો છે તે આવશે કોઈને ત્યાં પહોંચી જવા,તોડફોડ કરવા ટાંટિયા ભાંગી નાખવા ભલે કેસ થાય જેલમાં જવું પડે કાયમી આપડે ફરિયાદી નથી બનવાનું હવે આરોપી બનીશું.અમારી પાસે ઘણા છોકરાઓ છે.કોઈ લૂખા ને એમ હોય કે ફરિયાદ કરશે અને જેલમાંથી જામીન પર છૂટી જશે તો હવે અમે ફરિયાદ નહીં કરી આરોપી બનીશું.
મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા એ જણાવ્યું હતું કે અમારા સમાજના આગેવાનોને લુખ્ખા કહેવા વાળા ને જઈને મારી આવજો હું બેઠો છું કોઈના બાપની તાકાત નથી.આપડી દીકરી કે દીકરા ગ્રેજ્યુએટ થયેલ હોય તો તેને રાત્રે ૧૦ વાગ્યા પછી મોબાઈલ આપવો નહીં અને જો રાત્રે ૧૦ પછી એ મોબાઇલ લઈને બેસે તો સમજી જવાનું કે એ કાળા કામ જ કરે છે.કાઈ પણ તકલીફ હોય ને ગમેત્યારે મારો વાંક હોય તો મારો ઝભ્ભો ફાડી નાંખજો.
ત્યારે પાટીદાર આગેવાન ટી. ડી.પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દાંડિયા ક્લાસિસ વાળાએ પાટીદાર આગેવાનોને અમસાજિક તત્વો કહીને રજૂઆત કરી છે કે જબરદસ્તી થી દાંડિયા ક્લાસિસ બંધ કરાવી બાપ ની ધોરાજી ચલાવે છે તો તેને કહું છું કે આ વિસ્તાર અમારા બાપુજીનો છે અને અમારા બાપુજીની ધોરાજી જ ચાલશે.જરા પણ ઓવરટેક કરી સામે થશો તો મોરેમોરો આપી દઈશુ.આ વિસ્તારમાં અમે નક્કી કરીશું તે જ ચાલશે,અમે જે ચલાવવા માંગતા હોય તેને જ ચલાવવા દઈશું,કોઈ કહે કે ના અમે જબરદસ્તી થી ચલાવી લઈશું તો આવતા રહો અમે તૈયાર છીએ.
તેમજ લોકડાયરા ને દૂષણ ગણાવતા પાટીદાર અગ્રણી ટી.ડી. પટેલ એ કહ્યું કે લોકડાયરામાં ગમે તે ચમરબંધી કલાકાર આવે પાંચ પાંચ લાખ દેવાનું બંધ કરો ૫૦ હજારથી એક રૂપિયો વધારે દેવાનો નથી.અહીં આવીને દોઢ કલાક બંબા મારીને પાંચ લાખ રૂપિયા લઈ જાય છે એ રૂપિયાનું સમાજને દાન કરો.
તેમજ મહિલાઓએ અને યુવતીઓએ પણ દાંડિયા ક્લાસિસ બંધ કરાવવા મુદે સહમતિ દર્શાવી હતી અને આવા દાંડિયા ક્લાસિસ માં ન જવા માટે તૈયારી દર્શાવી છે સાથે જ જો કોઈ લૂખા ઓ હેરાન કરે તો ઝાંસી ની રાણી ની જેમ તલવાર ઉઠાવવાની પણ તૈયારી દર્શાવી છે.