માળિયા મી. તાલુકાનાં વવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વવાણીયા કુમાર શાળા ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગઈકાલે તા.02/08/2025 ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા મેડિકલ ઓફિસરના માર્ગદર્શન દ્વારા વવાણીયા કુમાર શાળા ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કુલ 108 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓએ પોતાની અલગ શૈલીમાં વ્યસનની અસરો અંગે સમજ આપતા ચિત્ર દોરવામાં આવ્યા હતા, મેડીકલ ઓફીસર દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનથી થતા નુકશાન તેની શારીરિક અસરો, આર્થિક અસરો અંગે સમજ આપવામાં આવી હતી, વિદ્યાર્થીઓને પોતે વ્યસન મુક્ત રહેવા અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનાવવા અંગેનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો, ત્યારબાદ સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઈનામ આપવામાં આવ્યો હતો અને બધા જ વિધાર્થીઓને નાસ્તો કરાવવામાં આવ્યો હતો અને અંતે શાળાના આચાર્ય દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રવચન આપીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયાનો તથા ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબીનો આભાર વ્યક્ત કરીને કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો.