મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા કોમ્બીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમા કોમ્બીંગ દરમ્યાન પ્રોહીબીશન તથા જુગાર સહીત કુલ 10 કેસો નોંધવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રીપાઠી દ્વારા પ્રોહિબિશન જુગારની બદી સદંતર નાબુદ કરવા તેમજ ટ્રાફીકના નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવા માટે સુચના આપવામાં આવતા આજરોજ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા પ્રોહીબીશન તેમજ જુગારના કેસો શોધી કાઢવામાં આવ્યા છે. તથા ટ્રાકીફને લગતી કામગીરી કરવામા આવી છે. જેમાં પ્રોહીબીશનના ૪ કેસ, જુગારનો ૦૧ કેસ, જી.પી.એકટ ૧૩૫ નો ૦૧ કેસ, એમ.વી.એકટ ૧૮૫ નો ૦૧ કેસ, બી.એન.એસ. કલમ ૨૮૧ નો ૦૧ કેસ, બી.એન.એસ કલમ ૨૮૫ નો ૦૧ કેસ તેમજ તાડપત્રીને લગતી એન.સી-૧ હેઠળ રૂપીયા ૧૦૦૦/-નો દંડ તેમજ પ્રોહીબીશન તથા જુગારના કેસોનો કુલ રૂ.૭,૦૮,૯૧૦/- નો મુદામાલ કબ્જે કરી અલગ અલગ કામગીરી કરવામા આવી છે.