ગુજરાત સરકારે શાળાના વિદ્યાર્થીઓ માટે એક નવી પહેલની શરૂઆત કરી છે. રાજ્યની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં દર શનિવારે ‘બેગલેસ ડે’ ઉજવવામાં આવી રહી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ પરનું શૈક્ષણિક ભારણ ઘટાડવાનો છે. ત્યારે ગત શનિવાર નવા મકનસર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ મોરબી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ની મુલાકાત લીધી હતી.
શ્રી નવા મકનસર પ્રાથમિક શાળાના 6 થી 8 ધોરણના બાળકોએ શનિવારે બેગલેસ ડે અંતર્ગત મોરબી જિલ્લા પોલીસ હેડક્વાર્ટરની મુલાકાત લીધી હતી. જેમાં બાળકોને પોલીસ અધિકારીઓ દ્વારા તેમને બધી જ માહિતી જેવી કે, ડોગ્સ કોડ, શસ્ત્રાગારની માહિતી, પોલીસ પ્રશાસનના અલગ અલગ વાહનોની માહિતી, પોલીસ વિભાગોની અલગ અલગ માહિતી આપવામાં આવી હતી. જેમાં કુલ ૧૯૦ બાળકો સાથે શાળાના શિક્ષકોએ આ ઉપયોગી માહિતી બદલ મોરબી જિલ્લા પોલીસ વિભાગનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.