રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની ગે.કા. પ્રવૃત્તિ અટકાવવા સૂચનાઓ આપતા મોરબી ક્રાઇમ બ્રાંચ દ્વારા બાતમીના આધારે મોરબી તાલુકાના ઉંચીમાંડલ ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાંથી ઇંગ્લીશદારૂની નાની મોટી બોટલો તથા બિયરનાં ટીનના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબી ક્રાઇમ બ્રાંચની ટીમને ખાનગીરાહે બાતમી મળી હતી કે, જોરૂભાઇ અજાભાઇ ભાટીયા તથા જગદીશસિંહ ઉમેદસિંહ ચૌહાણ (રહે. બન્ને ધુંટુ રામકો તા.જી.મોરબી)એ મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામના સ્મશાન નજીક તળાવની પાળ પાસે આવેલ કાંતીભાઇની વાડી રાખેલ છે અને તે વાડીની ઓરડીમાં બહારથી ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી સંતાડેલ છે. અને હાલ તેનું વેચાણ કરે છે. જે બાતમીના આધારે એલ.સી.બી.
દ્વારા રેઈડ કરી જોરૂભાઇ અજાભાઇ ભાટીયા તથા જગદીશસિંહ ઉમેદસિંહ ચૌહાણને પકડી પાડી ઇંગલીશદારૂની જુદી જુદી બ્રાંડની ૭૫૦ તથા ૧૮૦ મી.લી.ની કાચની ૨૨૧ બોટલોનાં રૂ.૭૭,૧૦૦/- તથા કિંગફીશર સુપર સ્ટ્રોંગ પ્રિમીયમ બીયરના ૭૦ ટીનના રૂ.૧૨,૬૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. અને બંને આરોપીઓ વિરુધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે