મોરબીના નવા જાંબુડીયા ગામે જુગાર રમતા ચાર ઝડપાયા
મોરબીના નવા જાંબુડીયા ગામે તાલુકા પોલીસ દ્વારા રેઇડ કરીને જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી લેવામાં આવ્યા હતા, જેમાં ગામના સલાટવાસ શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમી રહેલા રાહુલભાઈ લાભુભાઇ ઉડેચા ઉવ.૨૨ રહે. નવા જાંબુડીયા, નીલેશભાઈ જેઠાભાઈ મુંધવા ઉવ.૩૦ રહે. જુના જાંબુડીયા, સીકંદર વલીમામદભાઇ સંધવાણી ઉવ.૩૧ રહે. મોરબી રણછોડનગર શેરી-૨ તથા હરખાભાઈ સામજીભાઇ સાલાણી ઉવ.૨૬ રહે. મોરબી-૨ વિદ્યુતનગર વાળાને રોકડા રૂ.૧૦,૦૭૦/-સાથે પકડી લઈ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી-૨: ભીમસર ચોકમાં જાહેરમાં અને ભડીયાદ રોડ ઉપર રહેણાંક મકાનમાં જુગાર રમતા ૪ મહિલા સહિત ૧૨ પકડાયા.
મોરબી શહેરના ભડિયાદ રોડ ઉપર સાયન્સ કોલેજ નજીક રહેણાંક મકાનમાં બી ડિવિઝન પોલીસે રેઇડ કરી હતી, જ્યાં તીનપત્તિનો જુગાર રમતા કિશોરભાઇ બાબુભાઇ ઉર્ફે બાલાભાઇ વાધાણી ઉવ.૩૦ રહે. ભડીયાદ રોડ સાયન્સ કોલેજની સામે મોરબી -૨, વિજયભાઇ રાજેશભાઇ પરમાર ઉવ.૨૨ રહે. નજરબાગ રેલ્વેસ્ટેશન પાસે મોરબી-૨, જયેશભાઇ જગદીશભાઇ પીપડીયા ઉવ.૧૯ રહે. ભડીયાદ કાંટા પાસે શ્રીરામ કારખાનાની રૂમમા મોરબી, હાર્દીકભાઇ જગદીશભાઇ સવાડીયા ઉવ.૨૧ રહે. ભડીયાદ કાંટા પાસે વિધાનગર મોરબી-૨ તથા પ્રીતિબેન અનિલભાઇ મહેશભાઇ જંજવાડીયા ઉવ.૧૯ રહે. ભડીયાદ રોડ કોલેજ સામે મોરબી -૨, જ્યોતીબેન મુન્નાભાઇ પરસોતમભાઇ ડોડીયા ઉવ.૪૦ રહે. મોરબી દરબારગઢ નાગનાથ શેરી મોરબી, મંજુલાબેન મોહનભાઇ થાનાભાઇ રાઠોડ ઉવ.૬૫ રહે. મોરબી દરબારગઢ નાગનાથશેરી મોરબી, દામીનીબેન અક્ષ્રરાજ જીતુભાઇ ધવેશા ઉવ. રહે.મોરબી દરબારગઢ નાગનાથશેરી મોરબી, નિમુબેન મહેશભાઇ પ્રભુભાઇ જંજવાડીયા ઉવ.૪૦ રહે. મોરબી-૨ ભડીયાદ રોડ કોલેજ સામે મોરબી, રંજનબેન રાજેશભાઇ જેરામભાઇ પરમાર ઉવ.૪૫ રહે. નજરબાગ રેલ્વેસ્ટેશન પાસે મોરબી -૨ વાળા એમ કુલ ૧૦ જુગારી પાસેથી પોલીસે રોકડા રૂ.૨૧,૬૦૦/- સહિતનો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.
જ્યારે સામાકાંઠા વિસ્તારના ભીમસર ચોક ખાતે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા ભરતભાઇ જીકાભાઇ અઘારા ઉવ.૪૨, ગોપાલભાઇ જીવણભાઇ પંસારા ઉવ.૩૫ બન્નેરહે.ભીમસર મફતીયાપરામાં અરૂણોદય સર્કલ પાસે મોરબી-૨ વાળાને બી ડિવિઝન પોલીસે રોકડા રૂ.૩૨૫૦/-સાથે પકડી લેવામાં આવ્યા હતા, આ સાથે પોલીસે બન્ને આરોપીઓની અટક કરી તેની વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી