Sunday, August 10, 2025
HomeGujarat178 વર્ષ પુર્વે બનેલ ટંકારા શહેરનો મુખ્ય પ્રવેશદ્વાર જર્જરિત હાલતમાં ! રાહદારીઓ...

178 વર્ષ પુર્વે બનેલ ટંકારા શહેરનો મુખ્ય પ્રવેશદ્વાર જર્જરિત હાલતમાં ! રાહદારીઓ માથે લટકતું મોત સમાન પ્રવેશદ્વાર

178 વર્ષ પુર્વે બનેલ ટંકારા શહેરનો મુખ્ય પ્રવેશદ્વાર રાહદારીઓ માથે લટકતી મોતની તલવાર સમાન બન્યું છે. વિક્રમ સંવત 1903 માં મોરબીના રાજવી રવાજી બીજાએ શહેર ફરતે કિલ્લો બંધાવી ચાર દરવાજા બનાવ્યા હતા. જે પૈકી એક જ દ્રાર જાણવણીના અભાવે જર્જરિત બન્યો છે. જીણક્ષિણ થયેલ તોરણનો ઝાપો અનેકોનેક ઈતિહાસ સાચવયો છે.

- Advertisement -
- Advertisement -

ટિલાટનુ ગામ ટંકારા શહેરને શુશોભન સાથે સુરક્ષા માટે શહેર ફરતે મોરબી રાજવી રવાજી બીજાએ વિક્રમ સંવત 1903 એટલે કે આઝાદીના 100 વર્ષ પહેલાં ઈ.સ. 1847માં બાંધવામાં આવેલ પ્રવેશદ્વારો જેમાં શહેરના ચાર દરવાજા હતા.

જે કાળ ક્રમે માત્ર હાલે એક જ મોરબી નાકાનો મુખ્ય પ્રવેશદ્વાર વર્ષોની ઋતુચક્ર અને ભુંકપ સાથે બાથ ભીડી ઝજુબયો પરતું વહિવટી તંત્ર દ્વારા રાખરખાવમા ઉપેક્ષા કરી જેના પગલે આજે આ ઐતિહાસિક ધરોહર જીણક્ષિણ થઈ જતા વર્તમાન સમયમાં રાહદારીઓ માટે અહિથી નિકળવામા ભય લાગતો હોય આ તોરણના ઝાપાની તાકિદે હુનહાર એન્જીનીયરો દ્વારા તપાસ કરવામાં આવે અને જરૂરી પગલા ભરવા જરૂરીયાત ઉભી થઈ છે.

આ દ્રારથી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતી 108 ઉપરાંત હેવી ટ્રક સહિત મોટા ભાગની આવન જાવન રહે છે. ત્યારે અહીથી પસાર થતી વખતે રિતસર ધ્રુજારી વછુટી જાય એવી દયનીય સ્થિતિમાં આ પ્રવેશદ્વાર હોય જીલ્લા વહિવટી તંત્ર તાત્કાલિક અસરથી આ અંગે ધટતુ કરી નિર્દોશ જીવો ઉપર કોઈ જોખમ આવે અને આ ઝાપાને અપજસ મળે એ પુર્વે ધટતુ કરવા લોક માંગ ઉઠી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!