શ્રાવણ માસ ચાલુ થાય એટલે ભક્તો સાથે જુગારીઓને પણ મોસમ આવી હોય એમ જુગાર રમવા બેસી જતા હોય છે. ત્યારે હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાં આવેલ વિશ્વાસ પોલીપેક કારખાના પાસે જાહેરમા ટોર્ચ બતીના અંજવાળે જુગાર રમતા છ ઇસમોને માળીયા મી. પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે, ધવલભાઇ સુરેશભાઇ પટેલે પોતાના વાડીમાં બહારથી માણસો બોલાવી ગેરકાયદેસર રીતે જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવે છે. જે હકિકતનાં આધારે ક્રાઈમ બ્રાંચે રેઇડ કરતા લખમણભાઇ બાબુભાઇ ગોગરા, ધ્રુવભાઇ કાંતિલાલ ફુલતરીયા, ભરતભાઇ ઠાકરશીભાઈ પાંચોટીયા, મગનભાઇ વાલજીભાઇ નારણીયા, રમેશભાઇ વાઘજીભાઈ સીણોજીયા તથા જીતેન્દ્રભાઇ ઉર્ફે જીતુભાઈ રાઘવજીભાઇ ઘેટીયા નામના કુલ ૬ ઇસમોને રોકડ રૂ.૧,૧૭,૭૦૦/- ના મુદામાલ સાથે પકડી જુગારધારા કલમ-૪,૫ મુજબ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.