વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સીરામીક ઉદ્યોગના સૌથી મજબૂત અને મોટા ગણાતા મોરબી સીરામીક એસોશિએશનમાં વિટ્રીફાઇડ અને ફ્લોર ટાઈલ્સના પ્રમુખ દ્વારા આજ રોજ જી.એસ.ટી.માં ઘટાડો કરવા નાણામંત્રીને રજૂઆત કરાઈ છે,
આજ રોજ મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા અને હરેશભાઈ બોપલિયાએ સંસદભવન – દિલ્હી ખાતે જી.એસ,ટી,માં ઘટાડો કરવા બાબતે નાણામંત્રી નિર્મલાબેન સિતારમને રજૂઆત કરી હતી. જેમાં ટાઇલ્સના વેચાણ પર લાગતા ૧૮ ટકા જીએસટીમાંથી ૫ ટકા કરવા બાબતે પરસોત્તમ રુપાલાએ નાણામંત્રી નિર્મલાબેન સિતારમને જી.એસ.ટી. બાબતે ઉંડાણ પુર્વક ચર્ચા અને રજુઆત કરી હતી. હાલમાં સિરામિક ઉદ્યોગ મંદીમાં સપડાયો હોય ઉધોગ માટે જીએસટી ઘટાડવો ખાસ જરુરી છે. તે બાબતે ધારદાર રજુઆત કરી હતી. જેમાં નાણામંત્રી દ્વારા હકારાત્મક અભિગમ દાખવીને આગળની કાર્યવાહી માટે અધિકારીઓને ત્વરીત સુચના આપી હતી. અને હાજર રહેલા સુખદેવકાકા અને શામજીકાકાએ પણ સિરામિકના પ્રાણ પ્રશ્નો બાબતે રજુઆત કરી હતી.