વાંકાનેર-મોરબી હાઇવે ઉપર એ.કે. હોટલ નજીક દેશી હાથ બનાવટના તમંચા સાથે એક ઈસમ આંટાફેરા કરતો હોવાની બાતમીને આધારે મોરબી એસઓજી પોલીસ ટીમે ઉપરોક્ત સ્થળે તપાસ કરતા જ્યાંથી આરોપી સાગરભાઇ ચતુરભાઇ દારોદરા ઉવ.૨૮ રહે. વીસીપરા અમરેલી રોડ મોરબી વાળાને ઝડપી લેવાયો હતો. હાલ એસઓજી પોલીસે પકડેલ આરોપી પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો(કટ્ટો) કિ.રૂ.૨,૦૦૦/- કબ્જે લઈ તેની વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાવી આ સાથે આગળની કાર્યવાહી સબબ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપીને સોંપી આપેલ છે.